38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : જનસેવા કેન્દ્રો ક્યારે બનશે એફિડેવિટ મુક્ત, અધિકારીઓની અસમંજસમાં અરજદારોના હાલ...

અરવલ્લી : જનસેવા કેન્દ્રો ક્યારે બનશે એફિડેવિટ મુક્ત, અધિકારીઓની અસમંજસમાં અરજદારોના હાલ બેહાલ!

0
260

બે માસ અગાઉ પ્રજા ની સુખાકારીમાં વધારો કરવા ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે જનહિતના કેટલાંક નિર્ણયો લીધા હતા. જેમાં નિશ્ચિત સરકારી સેવાઓમાં કાયદાકીય રીતે જરૂરી કે બાધિત ન હોય તેવી બાબતોમાં એફિડેવિટ કરવામાંથી મુક્તિ આપવામાં આવી છે અને સેલ્ફ ડેક્લેરેશન માન્ય રાખવામાં આવશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. જોકે , મળતી માહિતી મુજબ જી.આર ના વાંકે હજુ સુધી સરકાર ના પરિપત્રનો અમલ અરવલ્લી જિલ્લામાં અને ખાસ કરીને મોડાસા મામલતદાર કચેરીમાં ન થતા અરજદારો નિરાશ થયા છે.

એફિડેવિટ ની ઝંઝટ માં થી મુક્તિ એ ગુજરાત ના સામાન્ય નાગરીક માટે ખુબ જ મહત્વ ની બાબત છે. ગુજરાત સરકારે ગુડ ગવર્નન્સ સપ્તાહના પ્રારંભે જ્યારે એફિડેવિટ મુક્તિ ની જાહેરાત કરી ત્યારે આમ પ્રજાએ એ હાશકારો અનુભવ્યો હતો. કેમ કે એક એફિડેવિટ રજૂ કરવા માટે સામાન્ય રીતે ૩૦૦ થી ૩૫૦ રૂપિયા સુધીનો ખર્ચો થતો હોય છે. કેટલીક વખતતો નાણાં ના અભાવે ગરીબ વ્યક્તિ, તાતી જરૂરીયાત હોય તો પણ એફિડેવીટનું કામ મુલત્વી રાખવા મજબુર બને છે. સરકારે આમ પ્રજાની તકલીફ ને સમજી એક મહત્વ પુર્ણ નિર્ણય કર્યો છે. જેમાં રાજ્ય સરકારના સામાન્ય વહીવટ વિભાગે બહાર પાડેલા જાહેરનામામાં જણાવવામાં આવ્યું છે કે, રાજ્ય સરકારની મોટાભાગની સેવાઓ નાગરિકોને ઓનલાઈન, મોબાઈલ એપ, જનસેવા કેન્દ્ર તથા ડિજિટલ સેવાસેતુના માધ્યમથી આપવામાં આવી રહી છે. તેમજ આ સેવા વધુ સરળ રીતે લોકોને મળી રહે તે માટેની પણ વ્યવસ્થા કરાવમાં આવી છે તેના કારણે જ અરજદાર દ્વારા આપવામાં આવતી માહિતીની સત્યતા ચકાસવા એફિડેવિટ લેવામાં આવતી હોય છે, પરંતુ લોકોને તકલીફ નહીં પડે તે માટે કાયદા કે નિયમમાં જરૂરી નહીં હોય તે સિવાયની તમામ એફિડેવિટમાંથી મુક્તિ આપવા આવશે .

આ અંતર્ગત રાજ્ય સરકારના વિભાગો વતી જે સેવાઓ એટીવીટી જનસેવા કેન્દ્ર/ ડિજિટલ સેવા સેતુ અંતર્ગત આપવામાં આવે છે, ત્યાં નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર દ્વારા જાતિને લગતી સેવા સિવાય અન્ય તમામમાં એફિડેવિટની જગ્યાએ સ્વોષણા ફોર્મ પ્રતિસ્થાપિત કરવાની પ્રક્રિયા તા.૧૦/૦૧/૨૦૨૨ સુધીમાં પૂર્ણ કરી લેવાની રહેશે.
સરકારે બહાર પડેલ પરિપત્ર ને બે માસ જેટલો સમય થવા આવ્યો અને આ અન્વયે કરવાની થતી પ્રક્રિયા પુર્ણ કરવાની તારીખ ને પણ એક માસ કરતા વધુ સમય થવા આવ્યો છે . જોકે અરવલ્લી અને ખાસ કરીને મોડાસામાં હજુ પણ અરજદારો પાસે થી એફિડેવીટ ફરજીયાત લેવામાં આવી રહી છે. આ અંગે અરજાદારોને એમ કહેવામાં આવે છે કે નેશનલ ઈન્ફોર્મેટિક સેન્ટર ની સાઇટ પર એફિડેવીટ નો વિકલ્પ ઉપલબ્ધ નથી તો કેટલાક એમ પણ કહેવામાં આવે છે કે સરકારનો જી.આર હજુ આવ્યો નથી ત્યારે અરજદારો આ બધા કારણો સાંભળી માથુ ખંજવાળતા બહાર નિકળી નિરાશ થઇ એફિડેવીટ કરાવવા થતા પૈસાની પણોજણ માં પડે છે. જે હોય તે હાલ તો અરવલ્લીની પ્રજા એફીડેવીટ કરવાની તકલીફોમાંથી મુક્ત થઇ નથી .
આ બાબત ની જિલ્લા કલેકટર નોંધ લઇ રાજ્ય સરકારના નિર્ણય ને ઝડપી અમલમાં લાવવાની પ્રક્રિયા હાથ ધરે તેવુ જિલ્લાના જાગૃત નાગરીકો ઇચ્છી રહ્યા છે.

આ બાબતે અરવલ્લી જિલ્લા અધિક કલેકટર સાથે મેરા ગુજરાતની ટીમ દ્વારા વાત કરવામાં આવતા તપાસ કરાવવાનું જણાવ્યું હતું. ત્યારે સવાલ એ થાય છે કે, સરકારના પરિપત્રનો પરિપત્ર ખોટો છે કે પછી પરિપત્રની આંટીઘૂંટી? જો પરિપત્ર યોગ્ય હોય તો વહીવટી તંત્રએ આટલી મોટી ભૂલ તેની અમલવારીમાં કેમ કરી તે પણ હુંએક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!