અરવલ્લી જિલ્લાના યાત્રાધામ શામળાજી મંદિર ખાતે પૂર્ણિમાના દર્શન કરવા પહોંચ્યા છે.

ફાગણ સુદ પૂર્ણિમા એટલે હોલીકા દહન નો તહેવાર હોળી ના તહેવાર નું ધાર્મિક સ્થાનો માં હોળી ના ઉત્સવ નો અનેરો મહિમા હોય છે ત્યારે ઉત્તર ગુજરાત નું સુપ્રસિદ્ધ યાત્રાધામ શામળાજી માં ફાગણી પૂનમ નિમિત્તે ભગવાન દેવ ગદાધર શામળિયા ના દર્શન માટે હજારો ભક્તો ની ભારે ભીડ ઉમટી હતી. ભગવાન કાળીયા ઠાકર ના દર્શન કરવા ગુજરાત સહિત રાજસ્થાન દૂર દૂર થી અબાલ વૃદ્ધ સૌ કોઈ ભક્તો હજારો ની સંખ્યા માં ઉમટી પડ્યા હતા અને ભગવાન શામળિયા ના દર્શન કરી ધન્ય થયા હતા હોળી તહેવાર નિમિત્તે સુંદર મજાના ખાસ તૈયાર કરેલ વાઘા પહેરાવવા માં આવ્યા હતા ભગવાન શામળિયા ને સોના ના આભૂષણો થી શણગાર સજતાં કાળીયો ઠાકોર અલૌકિક દર્શનની અનુભૂતિનો અહેસાસ દર્શનાર્થીઓએ અનુભવ્યો હતો ભૂદેવો દ્વારા આખા દિવસ દરમિયાન વૈદિક ઉપચારો અને મંત્રો સહિત તમામ મનોરથો ની પૂજા અર્ચના પણ કરાઈ હતી ત્યારે ભગવાન શામળિયા ના દર્શન કરી તમામ ભક્તો એ મનોકામના પૂર્ણ કરી હોય એવો ભાવ પ્રકટ કર્યો હતો.





