34.4 C
Gujarat
Thursday, August 6, 2026
Home HeadLines અરવલ્લી: પોલીસનું મહાઓપરેશન ખેતરોમાંથી 2.27 કરોડનો અધધ વાવેતર કરેલા ગાંજાના છોડનો જથ્થો...

અરવલ્લી: પોલીસનું મહાઓપરેશન ખેતરોમાંથી 2.27 કરોડનો અધધ વાવેતર કરેલા ગાંજાના છોડનો જથ્થો જપ્ત,બે આરોપીને દબોચ્યા

0
191

અરવલ્લી જીલ્લા પોલીસવડાના માર્ગદર્શન હેઠળ બાયડના વાઘવલ્લા ગામના 11 ખેતરોમાં ઉભા પાક વચ્ચે વાવેતર કરેલ ગાંજાની ખેતીનો પર્દાફાશ કરી 2.27 કરોડથી વધુના ગાંજાના છોડ જપ્ત કરી બે આરોપીઓને દબોચી લીધા હતા જીલ્લા પોલીસતંત્રએ સતત બે દિવસ સમગ્ર વિસ્તારને કિલ્લાબંધીમાં ફેરવી દઈ ડ્રોનની મદદથી નશાની ખેતી ઝડપી પાડી હતી ખેતરમાં વાવણી કરેલ ગાંજો લણવા 15 જેટલા શ્રમિકોની મદદ લીધી હતી

બાયડ તાલુકાના વાઘવલ્લા ગામના કેટલાક ખેતરોમાં કપાસ, તુવેર જેવા પાકની વચ્ચે ગાંજાનું વાવેતર મોટા પ્રમાણમાં વાવેતર કરવામાં આવ્યું હોવાની બાતમી મળતા જીલ્લા એલસીબી, એસઓજી અને બાયડ પોલીસ સંયુક્ત રીતે વાઘવલ્લા ગામના બાતમી આધારીત ખેતરોને કોર્ડન કરી તપાસ કરતા 11 ખેતરોમાં ગાંજાનુ વાવેતર મળી આવતા પોલીસ પણ અચંબીત બની હતી વિપુલ પ્રમાણમાં ગાંજો ખેતરોમાં લહેરાતો હોવાથી પોલીસે ડ્રોનની મદદ લેવાની ફરજ પડી હતી બે દિવસ સુધી સતત ખેતરો ખૂંદી ખેતરોમાંથી 2272.36 કિલો ગ્રામ ગાંજાના છોડનો જથ્થો કીં.રૂ.22722360/-નો જથ્થો જપ્ત કરી બે આરોપીને દબોચી લીધા હતા

અરવલ્લી જીલ્લા પોલીસે ગાંજાની ખેતીમાં સંકળાયેલ અન્ય આરોપીઓને ઝડપી પાડવા તપાસનો ધમધમાટ શરુ કર્યો છે વાઘવલ્લા ગામમાંથી કરોડો રૂપિયાનો ગાંજાના જથ્થો જપ્ત કરી નશાના કારોબારનો પોલીસે પર્દાફાશ કરતા સ્થાનિક લોકો સહીત જીલ્લાના લોકો ચોંકી ઉઠ્યા છે અને યુવાધન સહીત લોકોને નશાના લતની બર્બાદીમાં ધકેલનાર આરોપીઓ સામે શખ્ત કાર્યવાહી કરવામાં આવેની માંગ ઉઠી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!