27.9 C
Gujarat
Monday, July 13, 2026
Home HeadLines અરવલ્લી જિલ્લામાં મીઠાઈની ખરીદીમાં ગ્રાહકોનો ધસારો, ભાવમાં કોઇ જ વધારો નહીં, જાણો...

અરવલ્લી જિલ્લામાં મીઠાઈની ખરીદીમાં ગ્રાહકોનો ધસારો, ભાવમાં કોઇ જ વધારો નહીં, જાણો ભાવ

0
207

આ વર્ષે દિવાળીની હર્ષોલ્લાસ સાથે દિવાળીની ઉજવણીમાં સૌકોઇ લાગી ગયા છે ત્યારે મીઠાઈ વિના તહેવારોની ઉજવણી કેમ થાય, માટે જ તહેવારોના સમયમાં મીઠાઈની ખરીદી માટે ગ્રાહકોનો ધસારો સ્વીટ માર્ટમાં જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લાના વિવિધ વિસ્તારોમાં મીઠાઈની દુકાનો હાલ ગ્રાહકોથી ઉભરાઈ રહી છે, તો બીજી બાજુ મીઠાઈની માંગ વધતા દુધનો વપરાશ પણ વધ્યો હોવાનું જાણવા મળ્યું છે.

અરવલ્લી જિલ્લામાં સરેરાશ 240 થી 1200 રૂપિયે કિ.લો. સુધીની અલગ-અલગ મીઠાઇઓ બજારમાં ઉપલબ્ધ છે અને ઠેર-ઠેર મીઠાઈની ખરીદી માટે ગ્રાહકોની ભારે ભીડ જોવા મળી રહી છે.

મીઠાઈનો ભાવ (પ્રતિ કિ.લો.)
કાજુ કતરી – 800
કાજુ રોલ – 880
અંજીર કતરી – 880
કેશર કતરી  – 880
કાજુ મીક્ષ મીઠાઈ – 980
કાજુ બાઈટ્સ – 1200
કાજુ ડ્રાયફ્રુટ વેરા. – 1200
સ્પે. માવા મીઠાઈ – 480
માવા મીક્ષ મીઠાઈ – 440
દેશી ઘી મીઠાઈ – 320

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!