29 C
Ahmedabad
Monday, September 25, 2023

અરવલ્લી: મોડાસા બાયપાસ રોડ પર UGVCL ની પેટા કચેરીનું ઉદ્ધાટન કરતા જિલ્લા પંચાયત પ્રમુખ


અરવલ્લી જિલ્લાની રચના થયા પછી અલગ અલગ કચેરીઓ કાર્યરત કરવામાં આવી રહી ત્યારે ઉત્તર ગુજરાત વીજ કંપનીની મોડાસા ગ્રામ્યની પેટા કચેરીનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.

Advertisement

મોડાસા-શામળાજી સ્ટેટ હાઈવે પર બાયપાસ રોડ ખાતે નવીન મોડાસા ગ્રામ્યની વીજ કચેરીનું ઉદ્ધાટન કરવામાં આવ્યું હતું, આ પ્રસંગે અરવલ્લી જિલ્લા પંચાયતના પ્રમુખ સહિતના આગેવાનો તેમજ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા, તેમણે જણાવ્યું કે, નવીન પેટા કચેરીથી ગ્રાહકોને સુવિધાઓનો લાભ મળશે.

Advertisement

Advertisement

આ પહેલા મોડાસા ટાઉનની મુખ્ય જી.ઈ.બી. કચેરી ખાતે ગ્રામ્યની કામગીરી કરવામાં આવતી હતી જોકે અહીં કામનું ભારણ અને ગ્રાહકોને દૂર સુધી તેમજ ભીડભાડ વિસ્તારમાં આવવું પડતું હતું એટલે વીજ કંપની દ્વારા મોડાસાના બાયપાસ રોડ પર આદિત્ય કોમ્પ્લેક્ષ ખાતે ગ્રામ્ય વિસ્તાર માટે નવીન પેટા કચેરી શરૂ કરી છે. આ પ્રસંગે આરોગ્ય સમિતિની ચેરમેન અનિરૂદ્ધસિંહ મોડાસા તાલુકા પંચાયતના પ્રમુખ બિપીન પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!