32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી જિલ્લાને ઘર આંગણે મળશે તેની રાજ્યવેરા કચેરી, પ્રદિપસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત

અરવલ્લી જિલ્લાને ઘર આંગણે મળશે તેની રાજ્યવેરા કચેરી, પ્રદિપસિંહ પરમારના હસ્તે ખાતમુહૂર્ત

0
160

રાજ્યવેરા કચેરી મોડાસા ખાતે અરવલ્લી જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી મુજબ મોડાસા, ધનસુરા, બાયડ, માલપુર અને મેઘરજ કુલ પાંચ તાલુકાનો સમાવેશ કરવામાં આવેલ છે. વેપારીઓને માળખાકીય સુવિધા મળી રહે તે માટે જિલ્લા કક્ષાની કચેરી મોડાસા ખાતે ફાળવવામાં આવેલ છે.મોડાસા કચેરી દ્વારા વેપારી તથા વ્યાપારને લગતા મુઝંવતા પ્રશ્નોનુ નિરાકરણ લાવવા માટે તેમજ ટેકનોલોજી અનુસાર આધુનિક સ્ટ્રકચર પૂરુ પાડી સુલભ સેવાકીય લાભ મળી રહે તેવી વ્યવસ્થા કરેલ છે. વેપારીને GST કાયદા અંગે માર્ગદર્શન સત્વરે મેળવી શકાશે.

ખાસ કરીને જિલ્લાની ભૌગોલિક પરિસ્થિતી પ્રમાણે આવકના મૂળ સ્ત્રોતોમાં રહેલ, કોમોડીટી જેવી કે , ગ્રીટ, કપચી, મેટલ, પેટ્રોલ, એન્‍જિનીયરિંગ મશીનરી, જેવા ધંધા સાથે સંકળાયેલ વેપારીને ધંધા માટે પ્રોત્સાહન મળે અને સરકારી આવકમાં વધારો થાય તે માટે કચેરી તત્પર છે. સમયે સમયે વેપારીઓને લાભ માટે જી.એસ.ટી ફેસીલીટેશન સેન્‍ટર ઉભા કરી કચેરી વેપારીઓને મદદરૂપ થાય છે.

સદર કચેરીમાં વેપારીઓને ધંધાના વિકાસમાં બહોળો લાભ મળવાપાત્ર થાય છે.વેપારી માટે સમયનો દુર્વ્યય થતો અટકી જશે. નવા રજીસ્ટ્રેશન ને લગતી બાબતોમાં થતી સમસ્યાનું નિવારણ સત્વરે મેળવી શકશે. સરકારની પહેલ મુજબ “ વિકાસના મોડલ સ્વરૂપે” વેપારીઓના ધંધાના વિકાસ માટે અધ્યતન ટેકનોલોજી અનુસાર માળખાગત સુવિધાઓથી કચેરી સજ્જ થયેલ છે. ટેકનોલોજીના કારણે કચેરી સમયનો દુર્વ્યય થતો અટકશે સરકારની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસની નિતી અનુસાર વેપાર ધંધા આધારિત પોતના ધંધાની ક્ષિતિજો સરળતાથી વિસ્તારી શકશે.

જિલ્લામાં કુલ 2500 થી પણ વધારે વેપારી છે, જે જિલ્લાની વિકાસમાં મહત્વનો ફાળો છે.જેમની આધારભૂત જરૂરિયાતો સંતોશાય તે માટે “અહર્નિશ સેવામહે” ના સૂત્ર પર કચેરી તત્પર છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!