32 C
Ahmedabad
Wednesday, April 24, 2024

અરવલ્લીના મોડાસા ખાતે તૈયાર થયેલ નવીન ‘સખી’ વન સ્ટોપ સેન્ટરનું લોકાર્પણ


મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર પુરસ્ક્રુત કોઇ પણ પ્રકારની હિંસાથી પિડિત મહિલાઓને તાત્કાલિક ધોરણે 24 X 7 તબીબી સારવાર, પરામર્શ ,આશ્રય ,પોલીસ સહાય, કાયદાકીય સહાય જેવી આનુષંગિક સુવિધાઓ એક જ સ્થળ પર મળી રહે તે માટે “સખી” વન સ્ટોપ સેન્ટર યોજનાની શરૂઆત કરવામાં આવેલ છે.

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લામાં તા. 11/11/2019 થી આ સેન્ટર પરખ ટ્રસ્ટ સંચાલિત, જુની આર.ટી.ઓ, મોડાસા, અરવલ્લી ખાતે શરૂ કરેલ છે. કોઇ પણ પ્રકારની હિંસાથી અસરગ્રસ્ત મહિલાઓને સખી વન સ્ટોપ સેન્ટર ખાતે 24 કલાક નિ:શુલ્ક સેવાઓ પુરી પાડવામાં આવી રહી છે. આજ દીન સુધી ઘરેલું હિંસા ,બાળકો વિરુધ્ધ જાતિય સતામણી,બાળ લગ્ન માનસિક અસ્વસ્થ જેવી વિવિધ પ્રકારની સમસ્યાઓથી અસરગ્રસ્ત મહિલાઓને સખી સેન્ટર દ્વારા સેવાઓ પુરી પાડવામાં આવે છે. જેમાં સખી વન સ્ટોપ સેન્ટરના કર્મચારીઓ દ્વારા આ સેન્ટર દ્વારા મળવાપાત્ર સેવાઓના પ્રચાર-પ્રસાર માટે તથા જનજાગ્રુતિ માટેના કાર્યક્રમો કરવામાં આવે છે, જેમાં અરવલ્લી જીલ્લાના તમામ તાલુકાઓ અને ગામોમાં બહેનો અને લોકો સુધી માહિતી પુરી પાડી આવરી લેવામાં આવ્યા છે.તેમજ ગુજરાત સિવાયના અન્ય રાજસ્થાન, મધ્યપ્રદેશ, બિહાર,પંજાબ,વેસ્ટ બંગાળ, છત્તીસગઢ, આસામ, મહારાષ્ટ્ર, જેવા રાજ્યોમાં મહિલાઓનું પુન:સ્થાપન કરાવવામાં આવેલ છે.

Advertisement

Advertisement

અત્રેના જીલ્લામાં કાર્યરત સખી વન સ્ટોપ સેન્ટરના પોતાના મકાનના બાંધકામ માટે ગુજરાત સરકાર દ્વારા જમીનની ફાળવણી કરવામાં આવેલ છે. જે અંતર્ગત નારી ગૌરવ દિન નિમિત્તે તા. 04/08/2021 ના રોજ મુ.પાલનપુર,તા:- મોડાસા,અરવલ્લી ખાતે માન. મુખ્યમંત્રીના વરદ હસ્તે ઇ-ખાતમુર્હત કરવામાં આવેલ હતુ.

Advertisement

હાલમાં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા મળેલ કુલ રૂ. 48.69 લાખની ગ્રાન્ટ મેળવીને સખી વન સ્ટોપ સેન્ટરનુ નવીન મકાન તૈયાર કરવામાં આવેલ છે. જેનુ લોકાર્પણ માનનીય મંત્રી પ્રદીપસિંહ પરમારના હસ્તે આજે કરવામાં આવ્યું છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!