37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી: મોડાસાના મેઘરજ રોડ પર શ્રમિક પર આફત,પાણી પૂરીની લારી બળીને ખાક

અરવલ્લી: મોડાસાના મેઘરજ રોડ પર શ્રમિક પર આફત,પાણી પૂરીની લારી બળીને ખાક

0
202

દિવાળી શરૂ થતાં આગની ઘટનાઓ ઘટતી હોય છે ત્યારે મોડાસામાં બે દિવસમાં આગની બે ઘટનાઓ ઘટી છે, ગઇકાલે કારમાં આગની ઘટના ઘટી હતી ત્યારે શનિવારના રોજ વહેલી સવારે પાણીપૂરીની લારીમાં આગ લાગતા લારી બળીને ખાક થઇ ગઇ. દિવાળીના સમયે જ લારી ચાલકનો તમામ માલ-સામાન બળીને ખાક થઇ જતાં આફત આવી પડી છે.

પ્રાપ્ત માહિતી મુજબ શનિવારના રોજ પરોઢના સમયે બંધ લારીમાં અચાનક સામાન્ય આગ લાગવાની ઘટના ઘટી હતી, ઘટનાની જાણ થતાં મોડાસા ફાયર વિભાગની ટીમને જાણ કરતા ફાયર વિભાગ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગઇ હતી અને પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો જોકે લારીનો તમામ સામાન બળીને ખાક થઇ ગયો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!