37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home વિડીયો વિધાનસભાની ચૂંટણી પહેલા AAP ના દ્વારે આગેવાનો, મોડાસામાં 50 થી વધારે આગેવાનો...

વિધાનસભાની ચૂંટણી પહેલા AAP ના દ્વારે આગેવાનો, મોડાસામાં 50 થી વધારે આગેવાનો જોડાયા

0
363

આમ આદમી પાર્ટી દ્વારા વિધાનસભાની ચૂંટણી પહેલા જ જીતનો જશ્ન મનાવતી હોય તેવું લાગે છે અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અરવલ્લી જિલ્લામાં પણ વિધાનસભાની ચૂંટણીને લઇને ભિલોડા અને બાયડ બેઠકના ઉમેદવારો જાહેર થઇ ચૂક્યા છે ત્યારે મોડાસા ખાતે આપ માં નવા આગેવાનો જોડાતા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

 

મોડાસા મધુરમ સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમમાં આપના પ્રભારી જયદિપસિં ચૌહાણે આમ આદમી પાર્ટીના આગેવાનોને પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા. અરવલ્લી જિલ્લાનું મોડાસા શહેર એ શૈક્ષણિક નગરી તરીકે ઓળખાય છે ત્યારે મોડાસાની સાયન્સ કોલેજમાં છેલ્લા 29 વર્ષથી સેવાઓ આપતા પ્રાધ્યાપક રાજેન્દ્રસિંહ પરમારે આપનો ખેસ ધારણ કર્યો હતો.  આ સાથે જ નવા 50 થી વધારે કાર્યકરો આમ આદમી પાર્ટીમાં જોડાતા પાર્ટીનો ખેસ પહેરાવી આવકાર્યા હતા.

શિક્ષણ અને આરોગ્યના મુદ્દાઓનેે લઇને આગળ વધી રહેલી આમ આદમી પાર્ટી આ વખતે પૂરજોશમાં પ્રચાર પ્રસાર તેજ કરી દીધો છે ત્યારે ગ્રામ્ય કક્ષાએ આમ આદમી પાર્ટીએ પણ લોકસંપર્ક કરીને લોકોને આપમાં જોડવાની પણ રણનીતિ ઘડી છે. મીડિયા સાથેની વાતચીતમાં જોઈંટ સેક્રેટરી પ્રદેશ આમ આદમી પાર્ટીના આગેવાન જયદિપસિંહે ચૌહાણ જણાવ્યું કે, આમ આદમી પાર્ટી સમગ્ર સમાજના સહયોગથી પાર્ટીને આગળ વધારે અને ટૂંક સમયમાં મોડાસા વિધાનસભા બેઠક માટે ઉમેદવાર જાહેર કરાશે.

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવેલા કાર્યક્રમમાં મોડાસા વિધાનસભા સંગઠન મંત્રી મહેન્દ્રસિંહ પરમાર, મોડાસા વિધાનસભાના આગેવાન આશિષ સી. ઝાલા, મોડાસા વિધાનસભા, ઉસ્માન લાલા-પ્રમુખ લઘુમતી મોરચો, સક્રિય કાર્યકર્તા નિલેશ જોષી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!