32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત દિવાળીમાં દંગલ: મોડાસામાં દિવાળીની ઓફર લ્હાયમાં વેપારી આમને-સામને, ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાઈરલ

દિવાળીમાં દંગલ: મોડાસામાં દિવાળીની ઓફર લ્હાયમાં વેપારી આમને-સામને, ઉગ્ર બોલાચાલીનો વીડિયો વાઈરલ

0
221

હાલ દિવાળીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે વેપારીઓ ગ્રાહકોને આકર્ષવા માટે અનેક ઓફર લાવીને આકર્ષતા હોય છે ત્યારે આવી ઓફર અને ગ્રાહકોને આકર્ષવા માટેની રણનીતિ બબાલમાં પરિવર્તિત પણ થતી હોય છે. આવો જ એક કિસ્સો અરવલ્લી જિલ્લાના મોડાસામાં સામે આવ્યો છે, જ્યાં વેપારી-વેપારી વચ્ચે બબાલનો વીડિયો સામે આવ્યો છે, જેમાં કેટલાક વેપારીઓ વચ્ચે ગ્રાહકોને લઇને મનદુખ થતાં બબાલ થઇ હતી, આ સમગ્ર ઘટનાને લઇને લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા, જેનો વીડિયો સામે આવ્યો છે.

પ્રાપ્ત માહિતી મુજબ મોડાસાના સ્ટેશન રોડ વિસ્તારમાં આવેલા શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં રવિવારના દિવસે આ સમગ્ર ઘટના ઘટી હોવાનું જાણાવ્યું મળ્યું છે, જ્યાં ગ્રાહકો મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવતા હોય છે, ખાસ કરીને ગારમેન્ટ્સના વેપારીઓમાં સ્પર્ધા ચાલતી હોય છે ત્યારે ખરીદી કરવા માટે આવતા ગ્રાહકોને આકર્ષવા માટે વેપારીઓ તેઓને ખેંચી લાવવા બુમાબુમ કરતા હોય છે આ વચ્ચે કેટલાક વેપારીઓને આ પસંગ નહીં આવતા સામાન્ય બોલાચાલી થઇ હતી ત્યારે સામાન્ય બોલાચાલીએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા કેટલાક રોષે ભરાયેલા વેપારીઓને અન્ય દુકાનદારોએ ખેંચીને અન્ય જગ્યાએ લઇ જઇને શાંત પાડ્યા હતા.

આ સમગ્ર ઘટનાને લઇને શ્યામ સુંદર કોમ્પ્લેક્ષમાં લોકોના ટોળે-ટોળા ઉમટી પડ્યા હતા અને દિવાળીના ટાળે લાઈવ બોલાચાલીના દ્રશ્યો જોવામાં ગ્રાહકો મશગૂલ થયેલા જોવા મળ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!