દિવાળીના પર્વને લઇને છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખે દિવાળીની શુભેચ્છાઓ પાઠવી છે. તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ગોપાલસિંહ ચૌહાણે દિવાળી અને નવા વર્ષની શુભેચ્છાઓ પાઠવતા જણાવ્યું કે, નવુ વર્ષ તમામ લોકો માટે સુખ-સમૃદ્ધિ લઇને આવે.
ગોપાલસિંહ ચૌહાણે જિલ્લાની જનતાને શુભેચ્છાઓ આપતા જણાવ્યું કે, સમગ્ર તાલુકાની જનતાને દિવાળી અને નવુ વર્ષ ખુશીઓ લઇને આવે, અને દિવાળીના તહેવાર તમામ લોકો હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરે તેવી શુભકામનાઓ પાઠવી હતી.





