28 C
Ahmedabad
Friday, April 26, 2024

ચૂંટણી પહેલા રાજ્યના 17 IPS અધિકારીઓ બદલી, વાંચો કોની ક્યાં થઇ બદલી


Advertisement

ચૂંટણી પહેલા ગુજરાતમાં બદલીઓનો દોર યથાવત જોવા મળી રહ્યો છે. પોલિસ કર્મચારીમાં પીઆઈ, પીએસઆઈ બાદ હવે આઈ.પી.એસ. અધિકારીઓની બદલીનો દોર શરૂ થયો છે. ઘણાં સમયથી આઈ.પી.એસ. અધિકારીઓની બદલીની રાહ જોવાતી હતી જેની આજે જાહેરા થતાં રાજ્યના 17 જેટલા સીનિયર આઈ.પી.એસ. અધિકારીઓની બદલી થઇ છે.

Advertisement

Advertisement

રાજ્યમાં આજે સિનિયર IPS અધિકારીઓની બદલી કરવામાં આવી છે, તેમાં અમદાવાદમાં સેક્ટર 1માં ફરજ બજાવતા IPS આર. વી. અસારીની બદલી ગાંધીનગરમાં IBના DIG તરીકે કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS નીરાજકુમાર બડગુજરને અમદાવાદ સેક્ટર 1ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે. આ સાથે જ અમદાવાદમાં સેક્ટર 2માં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા IPS ગૌતમ પરમારની ભાવનગર રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એમ. એસ. ભરાડાને અમદાવાદમાં સેકટર 2ના એડિશનલ કમિશનર બનાવવામાં આવ્યા છે.અમદાવાદ શહેરમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ માં ફરજ બજાવતા IPS અજય ચૌધરીની બદલી અમદાવાદનાં સ્પેશિયલ બ્રાન્ચના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે કરવામાં આવી છે. જ્યારે અમદાવાદ ટ્રાફિક પોલીસમાં જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ તરીકે ફરજ બજાવતા મયંકસિંહ ચાવડાની જૂનાગઢનાં રેન્જ IG તરીકે બદલી કરવામાં આવી છે અને તેમના સ્થાને IPS એ. જી. ચૌહાણને અમદાવાદ ટ્રાફિકના જોઇન્ટ કમિશનર ઓફ પોલીસ બનાવવામાં આવ્યા છે.

Advertisement

 

Advertisement

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!