પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળીનો પર્વ સૈનિકો સાથે મનાવી રહ્યા છે. કારગિલ ખાતે દેશના જવાનો સાથે પ્રધાનમંત્રી મોદીએ દિવાળીની ઉજવણી કરી. કારગિલથી દેશના જવાનો અને જનતાને સંબોધનમાં કહ્યુ કે સેના સીમા પર તમે કવચ બનીને ઊભા છો, આપણું ભારત કોઈ ભૌગોલિક ભૂખંડ નથી, એક અમર અસ્તિત્વ છે.પાકિસ્તાન સાથે એક પણ યુદ્ધ એવું નથી થયું જેમાં કારગિલે વિજય ધ્વજ ન લહેરાવ્યો હોય, યુક્રેનમાં જ્યારે યુદ્ધનું એલાન થયું. ત્યારે આપણી શાન તિરંગો ત્યાંના લોકો માટે સુરક્ષા કવચ બની ગયો, વિશ્વ પટલ પર વધતી ભારતની ભૂમિકા આજે સૌ કોઈની સામે છે. આજે દેશ ભ્રષ્ટાચાર સામે પણ મોટી લડાઈ લડી રહ્યો છે. ભ્રષ્ટાચારી ભલે ગમે તેટલો તાકાત વાળો હોય પણ તે બચી શકે તેમ નથી. દેશની અંદર પણ દેશના દુશ્મનો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે.
વધુમાં PM મોદીએ કહ્યું કે, આપણી સેનાઓ પાસે સામર્થ્ય અને શક્તિ પણ છે, કોઈ દુશ્મન આંખ ઊંચી કરશે તો આપણી ત્રણેય સેનાઓ મૂહતોડ જવાબ દેવામાં પાછી પાની નહીં કરે, એક સમય હતો જ્યારે દિલ્હીનો રાજપથ ગુલામીનું પ્રતિક હતો, આજે કર્તવ્યપથ નવા ભારતની ઓળખ બન્યો છે.
મહત્વનું છે કે, નિરંતર 9 માં વર્ષે જવાનો સાથે પ્રધાનમંત્રી સીમા પર દિવાળીની ઉજવણી કરી, સાથે જ દેશવાસીઓને ટ્વિટ કરીને શુભકામનાઓ પાઠવતા કહ્યું આ પર્વ દરેક માટે ખુશિયો અને સારું સ્વાસ્થ્ય લઈને આવે.