27.4 C
Gujarat
Monday, September 14, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના શામપુર ગામે 15 ફૂટ ઊંચુ ઐતિહાસિક મેરાયું

અરવલ્લી : મોડાસાના શામપુર ગામે 15 ફૂટ ઊંચુ ઐતિહાસિક મેરાયું

0

અયોધ્યા માં રામ રાજ્ય સ્થપાયું એની યાદ માં સમગ્ર દેશ દિવાળી નો તહેવાર ધામધૂમ થી ઉજવે છે આ તહેવાર ની અનોખી પરંપરા પ્રમાણે દિવાળી ની રાતે મેરાયું ની મશાલ લઈ ધર્મપ્રેમી જનતા ગામ માં ફરતી હોય છે ત્યારે મોડાસા ના શામપુર ખાતે 800 ફૂટ ની ઊંચાઈ એ પાંડવ કાળ નું પાંડવો એ જાતે બનાવેલ 15 ફૂટ ઊંચુ  મેરાયું ઐતિહાસિક મહત્વ ધરાવે છે.

અરવલ્લી જિલ્લા ના મોડાસા તાલુકા ના શામપુર ગામ ની કહેવાય છે કે વર્ષો પહેલા દિવાળી ના દિવસે આ ગામ માં આવેલ ઊંચા ડુંગર પર કૂઢેર મહાદેવ નું સ્થાનક આવેલું છે ત્યાં દિવાળી ના દિવસે પાંડવો આવ્યા હતા અને ત્યાં ડુંગર પર આ સ્થાન પર રોકાયા હતા દિવાળી હોવાથી પરંપરા મુજબ મેરાયું કરવું પડે તો પાંડવો એ 15 ફૂટ ઊંચું ચુના માંથી મેરાયું બનાવ્યું અને આ મેરાયા માં જ્યોત પ્રગટાવી હતી અને મેરાયું કર્યું 800 ફૂટ ઊંચાઈ પર મશાલ પ્રગતિ એની જ્યોત ના દર્શન આસપાસ ના 18 થી 20 ગામ ના લોકો એ કર્યા અને ડુંગર પર કંઈક ચમત્કારિક ઘટના બની હોવાનો અહેસાસ થયો રાત નો સમય હતો એટલે જઇ ના શકાયું પરંતુ સવાર થતા ભક્તો ડુંગર પર જઈને જોયું તો 15 ફૂટ ના મેરાયા માં બળેલી મોટી દિવેટ જોઈ જેથી ખ્યાલ આવ્યો કે પાંડવો આ સ્થાન પર આવી ને મેરાયું બનાવી ને ગયા ત્યારથી આ સ્થાન નું અનોખું મહત્વ છે.

શામપુર ગામે દર દિવાળી ના દિવસે 18 ગામ ના લોકો 800 ફૂટ ઊંચાઈ પર આવેલ આ પૌરાણિક મેરાયા પાસે એકઠા થાય છે અને આ મેરાયા માં દરેક ભક્તો ખૂબ માત્રા માં ઘી લઈને આવતા હોય છે અને એ સમયે સાફા ની લંબાઈ જેટલી દિવેટ બનાવી ને રાત્રે મેરાયું પ્રગટાવતા હોય છે આ મેરાયા ના દર્શન થી તમામ ભક્તો ની મનોકામના પૂર્ણ થાય છે કોઈપણ ભક્ત પોતાની બધા આખડી રાખે છે એ પરિપૂર્ણ થાય છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!