અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદોના ગ્રામ્ય વિસ્તરોમાં વિદેશી દારૂનો વેપલો થઇ રહ્યો છે દારૂબંધીના પગલે વિદેશી દારૂના વેપલામાં ત્રણ ગણો નફો હોવાથી અનેક લબરમૂછિયા યુવાનો બુટલેગરો બની ગયા છે જીલ્લા પોલીસતંત્ર દેશી-વિદેશી દારૂની રેલમછેલ અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે પોલીસતંત્ર બાતમીદારોના સહારે બુટલેગરોના કીમિયા નિષ્ફ્ળ બનાવી રહ્યું છે.ભિલોડા પોલીસે ધોલવાણી છાપરામાં ગામમાં ત્રાટકી બુટલેગરના ઘર આગળ ઘાસમાં સંતાડેલ 84 બોટલ વાઈટ લેસ વોડકાની 33 હજારથી વધુના વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી ફરાર બે બુટલેગરોને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા ભિલોડા પોલીસે પ્યાસીઓ અને બુટલેગરો દિવાળી પર્વમાં દારૂ ગટગટાવી ઝૂમ બરાબર ઝૂમ થવાના મનસૂબા પર પાણી ફેરવી દીધું હતું
ભિલોડા પીઆઇ એચ.પી.ગરાસીયાને ધોલવાણી છાપરા ગામમાં રહેતા અજય ઉર્ફે અજીયો રતીલાલ ભગોરા તેના ભાઈ હરેશ ઉર્ફે લાલો નામના બંને બુટલેગર બંધુ ઘરમાં વિદેશી દારૂનો વેપલો કરતા હોવાની બાતમી મળતા તાબડતોડ બાતમી આધારીત સ્થળે રેડ કરતા ઘરમાંથી વિદેશી દારૂનો જથ્થો હાથ લાગ્યો ન હતો બાતમી સજ્જડ હોવાથી ઘરની આગળ ઘાસમાં તપાસ હાથધરતા ઘાસની અંદરથી વિદેશી દારૂની 84 બોટલ રૂ.33600/- નો જથ્થો જપ્ત કરી પોલીસ રેડ જોઈ ફરાર થઈ ગયેલા બંને બુટલેગર ભાઈઓ સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા
બુટલેગરોના ખુલ જા સીમ…સીમ…સ્થળનો પર્દાફાશ : ભિલોડા પોલીસે ધોલવાણી છાપરા નજીક ઘાસમાંથી 84 બોટલ વિદેશી દારૂ ઝડપ્યો
Advertisement
Advertisement