27 C
Ahmedabad
Wednesday, April 24, 2024

BJP ની ચૂંટણી તૈયારી, અરવલ્લી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા શરૂ, મોડાસા વિધાનસભા બેઠક માટે ઉમેદવારો કમલમ પહોંચ્યા


દિવાળીના તહેવારો પૂર્ણ થતાં નવા વર્ષ પછી બીજા દિવસથી જ ભારતીય જનતા પાર્ટીએ ઉમેદવારોના મત જાણવા સેન્સ પ્રક્રિયા શરૂ કરી દીધી છે. રાજ્યના તમામ જિલ્લાઓમાં સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે, આ ઝોન કક્ષાએ નિરીક્ષકોની નિયુક્તિ કરવામાં આવી છે. અરવલ્લી જિલ્લામાં સેન્સ પ્રક્રિયા માટે ત્રણ નિરીક્ષકો નિયુક્ત કરાયા છે, જેમાં પૂર્વ મંત્રી દિલીપજી ઠાકોર, વડોદરા પ્રભારી પરાક્રમસિંહ જાડેજા અને પૂર્વ મંત્રી વિભાવરીબહેન દવે નો સમાવેશ થાય છે. ત્રણેય નિરીક્ષકો મોડાસા જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પહોંચ્યા હતા જ્યાં તમામ નિરીક્ષકોનું સ્વાગત કરાયું હતું.અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠકો પર કોંગ્રેસનો કબજો છે ત્યારે ભારતીય જનતા પાર્ટી કોઇપણ પ્રકારનું રીસ્ક લેવા માંગતી નથી.  જિલ્લા ભાજપ દ્વારા મોડાસા, ભિલોડ-મેઘરજ અને માલપુર-બાયડ વિધાનસભાની બેઠક પર જીત મેળવવા પ્રયાસો શરૂ કરી દીધા છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ત્રણેય વિધાનસભા ક્ષેત્રની મુલાકાતો કરી દીધી છે પ્રદેશ પ્રમુખ પણ જિલ્લાની મુલાકાતે આવી ચૂક્યા છે. હવે ચૂંટણી નજીક આવતા સેન્સ પ્રક્રિયા શરૂ કરાતા મોડાસા વિધાનસભા વિસ્તારના ઉમેદવારો કમલમ કાર્યલાય ખાતે પહોંચ્યા હતા.મોડાસા વિધાનસભાની બેઠક આ વખતે કોંગ્રેસ માટે લોઢાના ચણા ચાવવા જેવી સ્થિતિ સાબિત થઇ શકે તેવું લાગે છે, કારણ કે, આમ આદમી પાર્ટી ભાજપ અને કોંગ્રેસનો ખેલ બગાડી શકે છે તો કોંગ્રેસથી નારાજ ચાલતા મતદારો આમ આદમી પાર્ટીમાં જઇ શકે છે અથવા તો AIMIM નો ઉમેદવારો આવે તો કોંગ્રેસના વોટ કપાઈ શકે છે, જેનો સીધો જ ફાયદો ભાજપને થઇ શકે તો નવાઈ નહીં.જિલ્લાની મુલાકાતે પહોંચેલા નિરીક્ષકોએ મીડિયા સાથેની વાતચીતમમાં જણાવ્યું કે, જે ઉમેદવારો પોતાની ઉમેદવારી કરવા માંગતા હોય તે પોતાની માહિતી રજૂ કરશે અને ત્યારબાદ તમામ માહિતીને પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડમાં મોકલી આપશે. મોડાસા ખાતે યોજાયેલી સેન્સ પ્રક્રિયાં મોડાસા નગર પાલિકાના પૂર્વ મહિલા પ્રમુખ તેમજ વર્તમાન પ્રમુખ પણ સેન્સ પ્રક્રિયામાં જોડાયા હતા.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!