20 C
Ahmedabad
Monday, March 4, 2024

અકસ્માત સર્જનાર પોલીસકર્મીને શામળાજી પોલીસ કોન્સ્ટેબલે નવા વર્ષની પાર્ટી આપી હોવાની ચર્ચા…!! દારૂની બોટલો પણ આપી કે શું..??


પોલીસતંત્રની આબરૂના ધજાગરા કરનાર ખાખીમાં રહેલા પપ્પુની સામે પોલીસ કાર્યવાહી કરશે કે પછી છાવરશે…!! તે જોવું રહ્યું

Advertisement

અરવલ્લી જીલ્લા પોલીસતંત્ર દારૂને લઈને ભારે બદનામ છે. જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતા કેટલાક અધિકારીઓ અને કર્મીઓ દારૂના નશામાં ટલ્લી થઇને જાહેરમાં ખાખીને દાગ લગાવે તેવું વર્તન કરતા પોલીસ ચોપડે નોંધાઈ ચુક્યા છે ત્યારે નવા વર્ષના બપોરના સુમારે જીલ્લા પોલીસતંત્રમાં ફરજ બજાવતો પોલીસકર્મી તેના મિત્રો સાથે દારૂની પાર્ટી કરી નશાની હાલતમાં ટીંટોઈ નજીક ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારતા ભારે ચકચાર મચી હતી આ અંગે ઈજાગ્રસ્ત મુસાફરોના પરિવારજનોએ કારમાંથી દારૂ મળી આવી હોવાનો આક્ષેપ કરી વિડિઓ વાયરલ કરતા પોલીસતંત્ર હરકતમાં આવ્યું હતુંઆધારભૂત સૂત્રોના જણાવ્યા અનુસાર,ટીંટોઈ નજીક નશાની હાલતમાં કાર હંકારી બેફામ ગતિએ વાહન હંકારી અકસ્માત સર્જનાર પોલીસકર્મીએ શામળાજી નજીક મિત્રો સાથે દારૂની મહેફીલ માણી હોવાની અને મહેફિલ માટે શામળાજી પોલીસમાં ફરજ બજાવતા એક પોલીસકર્મીએ મિત્રતા નિભાવવા દારૂની બોટલોની સગવડ પુરી પાડી હોવાની ચર્ચાએ પોલીસબેડાંમાં ચકચાર મચાવી છે. આ અંગે જીલ્લા પોલીસવડા સંજય ખરાત સમગ્ર ઘટના અંગે તપાસ કરાવી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરાવે તે ખુબ જરૂરી હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છેઅલ્ટો કારમાં નશાની હાલતમાં કાર ચાલક કાર હંકારતો હોવાનો જે આક્ષેપ મુસાફરો અને સ્થાનિક લોકો કરી રહ્યા છે તે પોલીસકર્મી સીધો સાદો હતો પરંતુ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ દરમિયાન દારૂની પાર્ટીની લત લાગી હોવાનું અને અગાઉ શામળાજી પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતો હોવાથી તેના સાથી કર્મચારીએ નવા વર્ષની ઉજવણીમાં દારૂની પાર્ટી સાથે દારૂની બોટલો પણ આપી હોવાનું તેમજ અકસ્માત થતા દારૂની પાર્ટી આપનાર પોલીસકર્મી પણ ઘટનાસ્થળે પહોંચ્યો હતો પરંતુ અકસ્માતની સ્થિતિ ગંભીર જણાતા ઉભી પૂંછડિયે ભાગ્યો હોવાની ચર્ચા જામી છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!