અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકા મથક ખાતે સમાજ સેવા ટ્રસ્ટ સંચાલિત આર.જી.બારોટ એજ્યુકેશન કેમ્પસના હોલમાં ભિલોડા ભાજપ સંગઠન ધ્વારા નવિન વર્ષ નિમિત્તે સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો.અરવલ્લી જીલ્લા ભાજપ સંગઠન પ્રમુખ રાજેન્દ્રભાઈ પટેલ,ઉપ પ્રમુખ મનોજભાઈ પટેલ,રાજેશભાઈ નિનામા,યોગેશભાઈ બુદ્ધ,અરવલ્લી જીલ્લા પંચાયત સદસ્ય નીલાબેન હસમુખભાઈ મડીયા,રસીકાબેન કિરીટભાઈ ખરાડી,ભિલોડા તાલુકા ભાજપ સંગઠન પ્રમુખ કાન્તીભાઈ પટેલ,મહામંત્રી ભવાનભાઈ ઠાકોર,નાનજીભાઈ કલાસવા,ભિલોડા તાલુકા પંચાયત પ્રમુખ તરલીકાબેન તબિયાર,પુર્વ પ્રમુખ અમૃતભાઈ બરંડા,ભિલોડા તાલુકા ભાજપ યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ ત્રિવેદી,સાવનભાઈ ખાંટ,જીતુસિંહ રાઠોડ,ચેતનસિંહ કચ્છાવા,રસીકભાઈ લખવારા, પ્રકાશભાઈ ખરાડી,નરેન્દ્રભાઈ ભાટીયા,જશુભાઈ પંડયા,બકાભાઈ ઠાકોર,જીલ્લા પંચાયત સદસ્યો,તાલુકા પંચાયત સદસ્યો,સરપંચો,વેપારીઓ રાજકીય,સહકારી અને સામાજીક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ભાજપ સંગઠનના હોદ્દેદારોએ એક-બીજાને નવા વર્ષ નિમિત્તે ખભે ખભો મિલાવી દિવાળીનો તહેવાર અને નવા વર્ષના નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતા. આગામી વિધાનસભાની ચુંટણી દરમિયાન ભાજપનો ઉમેદવાર કોઈ પણ હોય પરંતુ એકજૂથ થઈને કમળ ખિલવવા કાર્યકરોએ મજબુત સંકલ્પ કર્યો હતો.
અરવલ્લી : ભિલોડા તાલુકા ભાજપ સંગઠન ધ્વારા સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો
Advertisement
Advertisement