39 C
Ahmedabad
Thursday, April 25, 2024

Exclusive: જશુ પટેલની નારાજગીનો સૂર, કહ્યું ભિલોડામાં કોંગ્રેસના કાર્યક્રમમાં હું શું કરવા જઉં..!!!, નેતાઓની વાહવાહી કરવાની શું જરૂર ?


વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસમાં આંતરિક વિખવાદ ચરમસીમાએ છે. પાયાના કાર્યકર અને માલપુર-બાયડ વિધાનસભાના ધારાસભ્ય જશુ પટેલ છેલ્લા ત્રણ દિવસથી નારાજ ચાલી રહ્યા છે. જ્યારથી મહેન્દ્રસિંહ વાઘેલા ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા ત્યારથી જ જશુ પટેલ કોંગ્રેસ પાર્ટીથી નારાજ જોવા મળે છે.મેરા ગુજરાત સાથેની ખાસ વાતચીતમાં જશુ પટેલે જણાવ્યું કે, જો ટિકિટ નહીં મળે તો તેઓ સમાજ સેવા કરશે, તેઓ કમાવા માટે નથી આવ્યા, આગામી દિવસોમાં જશુ પટેલે લોકહિતના કાર્યો કરીને લોકો સાથે રહેશે. ધારાસભ્ય જશુ પટેલે મેરા ગુજરાત સાથે વાતચીતમાં સ્પષ્ટ ના પાડી કે, કોંગ્રેસ ટિકિટ નહીં આપે તો ચૂંટણી જ નહીં લડે. આ સાથે જ તેમણે એમ પણ જણાવ્યું કે, તેમના મત વિસ્તારોમાં આદિવાસી મત માત્ર 700 છે જ્યારે લઘુમતીના વોટ છૂટાછવાયા વોટ છે. માલપુર-બાયડ વિધાનસભા વિસ્તારના લોકોનો પ્રેમ તેમના માટે વધારે હોવાનું તેમણે જણાવ્યું હતું. કોંગ્રેસના નેતા અને રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત ભિલોડા ખાતે આવવાના છે ત્યારે તેઓ આદિવાસી વિસ્તારના લોકોના હિતની વાત કરવાના છે, ત્યારે નેતાઓની વાહવાહી કરવાનો શું અર્થ તેવું કહીને જશુ પટેલમાં નારાજગી સ્પષ્ટ જોવા મળતી હતી.

Advertisement

મેરા ગુજરાત સાથે એક્સક્લુઝિવ વાતચીતમાં જણાવ્યું કે, પ્રદેશ કાર્યાલય ખાતે મુલાકાતે પહોંચ્યા હતા જ્યાં તેઓને કોઇ જ મળ્યું નહોતું. આ સાથે જ તેમણે કોઇપણ પક્ષમાં નહીં જોડાવાની પણ વાત કરી હતી.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!