29 C
Ahmedabad
Friday, April 19, 2024

CM ગેહલતના કાર્યક્રમ ગેરહાજર રહેવાની ચીમકીથી કૉંગ્રેસ બેકફૂટ પર…! જશુ પટેલની ઉપસ્થિત હવે મામલો શાંત પડ્યાના એંધાણ…!! પણ ચહેરા પર નારાજગી યથાવત..


વિધાનસભાની ચૂંટણીને લઇને અરવલ્લી જિલ્લાનું રાજકારણ ગરમાયું હતું. બાયડ વિધાનસભા બેઠક પર રાજકીય ભૂકંપ આવ્ય૨ પછી પ્રદેશ કક્ષા સુધી પડઘાં પડતાં કૉંગ્રેસમાં હલચલ મચી જવા પામી હતી.છેલ્લા બે દિવસથી મહેન્દ્રસિંહ ના કૉંગ્રેસમાં આવવાથી સ્થાનિક કાર્યકરોમાં નારાજગી હતી એટલુ જ નહીં સીટિંગ ધારાસભ્ય જશુ પટેલ પણખૂબ જ નારાજ હતા કારણ કે, બાયડ બેઠક પર મહેન્દ્રસિંહ વાઘેલા ચૂંટણી લડવાની વાતો વહેતી થઇ હતી, જેને લઇને ધારાસભ્ય જશુ પટેલ અમદાવાદ થી દિલ્હી સુધી કૂચ કરી હતી. એટલુ જ નહીં ધારાસભ્ય જશુ પટેલે ભિલોડા ખાતે આયોજિત મુખ્યમંત્રી અશોક ગેહલોતના કાર્યક્રમમાં નહીં જવાની વાત પણ કરી હતી. મેરા ગુજરાત સાથેની વાતચીતમાં જશુ પટેલે જણાવ્યું હતું કે, નેતાઓની વાહવાહી કરવી યોગ્ય નથી માનતા. ધારાસભ્ય જશુ પટેલની આ વાત પરથી તેમની નારાજગી સ્પષ્ટ લાગતી હતી, પણ કાર્યક્રમ જેમ-જેમ વજીક આવ્યો ત્યારે ધારાસભ્ય જશુ પટેલની હાજરીથી કાર્યકરો દંગ રહી ગયા હતા.

Advertisement

ધારાસભ્ય જશુ પટેલ અચાનક હાજર રહેતા તેમની રાજકીય દબાણનીતિ કામ લાગી હોય તેવી વાતો પણ કૉંગી નેતાઓના મુખે ચર્ચાતી જોવા મળી હતી. જો જશુ પટેલ ભિલોડા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા એટલે જશુ પટેલને કૉંગ્રેસ પાર્ટીએ તેમને મનાવવામાં સફળતા મેળવી હોય તેવું પણ પ્રાથમિક દ્રષ્ટિએ લાગી રહ્યું છે. પણ હજુ કહેવું મુશ્કેલ છે રે, જશુ પટેલ ના કહ્યા પછી કાર્યક્રમમાં કેમ આવ્યા તે એક રાજકીય આંટીઘૂંટીનો સવાલ છે.

Advertisement

ધારાસભ્ય જશુ પટેલ પાયાના કાર્યકર થી ધારાસભ્ય સુધી પહોંચ્યા અને લોકોમાં તેમણે નામ બનાવ્યું અને લોકોના કામો પણ કર્યા હતા ત્યારે આગામી દિવસોમાં જોવું રહ્યું કે, જે રીતે કૉંગ્રેસ પાર્ટીમાં છેલ્લા 10 વર્ષમાં જે ગુમાવ્યું છે તે પરત મેળવશે કે બીજુ ગુમાવશે તે પણ સવાલ છે.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!