35 C
Ahmedabad
Saturday, April 20, 2024

અરવલ્લી : રાજસ્થાનના CM ની ભિલોડામાં સભા, ભાજપથી દેશમાં લોકતંત્ર ખતરામાં, 30 કરોડ રૂપિયા આપી ધારાસભ્યની ખરીદી


કોંગ્રેસની લોકતંત્ર રાજનીતિના પગલે નરેન્દ્ર મોદી દેશના વડાપ્રધાન પદ સુધી પહોંચી શક્યા છે
પંજાબ કાર્યાલયમાંથી ગાંધીનો ફોટો હટાવી લેનારઆમ આદમી પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો અધિકાર જ નથી

Advertisement

ભાજપ કોંગ્રેસના ધારાસભ્યોને કરોડો રૂપિયા આપી ખરીદ-વેચાણ કરી રહી છે, ઇડી, સીબીઆઈ અને ઇન્કમટેક્ષના દરોડા પાડી ડર પેદા કરવામાં આવે છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓના દિવસ બાકી રહ્યા છે ત્યારે આચારસિંહતા લાગે તે પહેલા ભાજપ,કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતાઓ સભાઓ ગજવી રહ્યા છે કોંગ્રેસ પરિવર્તન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે ભિલોડામાં રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતની અધ્યક્ષતામાં મહાસંમેલન યોજવામાં આવ્યું હતું જેમાં ગુજરાત કોંગ્રેસ પ્રભારી રઘુશર્મા, પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર, મધુસુદન મિસ્ત્રી, વિપક્ષ નેતા સુખરામ રાઠવા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા

Advertisement

રાજસ્થાન કોંગ્રેસના મુખ્યમંત્રી અશોક ગેહલોતે ભિલોડા કોંગ્રેસના ધારાસભ્ય સ્વ.અનીલ જોષીયારાને યાદ કરી કોરોનામાં ગુજરાતમાં સૌથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો હોવાનો અને ધારાસભ્યની સારવાર ખર્ચ ચુકી તેમના પુત્ર કેવલ જોષીયારાની સહાનભૂતિ પ્રાપ્ત કરી ભાજપમાં ખેંચી લઇ ગઈ છે ભાજપ દેશમાં પૈસાની અને નફરતની રાજનીતિ કરી લોકતંત્રને ખતરામાં મૂકી રહ્યું છે ભાજપ દેશમાં અન્ય રાજકીય પાર્ટીના ધારાસભ્યોને 20 થી 30 કરોડ રૂપિયા આપી તેમજ ઇડી, સીબીઆઈ અને ઇન્કમટેક્ષના દરોડા પાડી ડરની રાજનીતિ કરી રહી છે મહારાષ્ટ્ર,મધ્યપ્રદેશ અને કર્ણાટકમાં સરકાર બનાવી છે રાજસ્થાનમાં પણ પુરજોશમાં કોંગ્રેસની સરકાર ઉથલાવવા ભારે ધમપછાડા કર્યા હતા પણ તેઓ નિષ્ફ્ળ રહ્યા હતા સમગ્ર દેશમાં ભાજપે તણાવ અને હિંસા ભર્યો માહોલ પેદા કર્યો છે
વધુમાં જણાવ્યું હતું કે મતદારો જ સર્વસ્વ છે અને લોકતંત્રને સહીસલામત રાખવા વિનંતી કરી હતી ગુજરાતમાં બેરોજગારી અને કોન્ટ્રાકટ પદ્ધતિ સામે ચાબખા મારી યુવાઓનું શોષણ થઇ રહ્યું હોવાનું જણાવ્યું હતું કોંગ્રેસની સરકાર આવશે તો કોન્ટ્રાકટ પદ્ધતિ પર નોકરી કરનાર લોકોને કાયમી કરવાની અને ગૌમાતા માટે રાજસ્થાની મોડલ અમલવારી કરવામાં આવશે જણાવ્યું હતું

Advertisement

આમ આદમી પાર્ટીને ગુજરાતમાં જૂઠો પ્રચાર પ્રસાર કરી રહી છે
રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે આમ આદમી પાર્ટી ગાંધીજીનું અપમાન કરનાર પાર્ટી હોવાનું જણાવી પંજાબના કાર્યાલયમાંથી ગાંધીજીની તસ્વીર હટાવી લીધી છે ગુજરાતમાં હાર ભારી ગયેલી આપ પાર્ટીએ ભગવાનનું શરણ લીધું છે સોશ્યલ મીડિયામાં ખોટો પ્રચાર કરી રહી છે અને સોશ્યલ મીડિયામાં આમ આદમી પાર્ટી અને તેના કાર્યકર્તાઓ જ સવાલ-જવાબ પૂછી લોકોને ગુમરાહ કરી રહ્યા છે રાષ્ટ્રપિતા ગાંધીજીનું અપમાન કરનાર પાર્ટીને ગુજરાતમાં ઘુસવાનો પણ અધિકાર ન હોવાનું અને દિલ્હી કરતા રાજસ્થાનનું શિક્ષણ અને આરોગ્ય મોડલ શ્રેષ્ઠ હોવાનું કહ્યું હતું

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!