બાવન ગામ લેઉવા પટેલ સમાજનું 27મું સ્નેહ સંમેલન લેઉવાપટેલ સમાજની સૂચિત વાડી ખાતે માલપુર લેઉવા પટેલ સમાજ વિકાસ મંડળ આયોજિત પૂર્વ કમિશનર, પૂર્વ કલેક્ટર, અને હાલ ના સરદારધામ અમદાવાદના C.E.O એચ. એસ. પટેલ ના અધ્યક્ષ સ્થાને યોજાયો. સમારંભ ના ઉદગાટક અને માલપુર-બાયડના ધારાસભ્ય જશુભાઇ પટેલ અતિથિ વિશેષ અને તાલુકા પંચાયત ના પ્રમુખ સંજયભાઇ પટેલ, મુખી કાંતિભાઈ પટેલ, મુખ્ય દાતાઓં મગનભાઇ પટેલ(પટેલ જ્વેલર્સ), મહેશભાઇ પટેલ, સંજયભાઈ પટેલ હાજર રહી સમાજના તેજસ્વી તારલાઓને સન્માન ની શુભેરછાઓ પાઠવી હતી. નિવૃત્ત કર્મચારીઓને શાલથી સન્માની સમાજ ની હુફ પાઠવી હતી વિવિધ ક્ષેત્રે પદવી હાસલ કરનાર કર્મચારીઓને શુભેરછા પાઠવી બિરદાવ્યા હતા.
અતિથિ વિશેષ સ્થળે સંજયભાઈ પટેલ સમાજ ના યુવાનો ને સરદાર ધામ થી માર્ગદર્શન મેળવી આગળ વધવા એચ. એસ. પટેલ પાસે આશા વ્યક્ત કરી હતી.સમારંભના ઉદ્ઘાટક અને ધારાસભ્ય જશુભાઇ પટેલ સમાજનું ઋણ સ્વીકારી દરેક ને શુભેરછાઓ પાઠવી હતી. અધયક્ષ સ્થાને એચ. એસ. પટેલ જૂના રીત-રિવાજો માં બદલાવ કરી સમાજ નો વિકાસ કરવા ટકોર કરી હતી, સરદારધામ માં સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે પ્રવેશ અંગેની પ્રક્રિયાની વિસ્તૃત માહિતી આપી હતી, અને સમાજ ના વિધ્યાર્થી ભાઈ-બહેનોને સરદારધામ નો લાભ લઈ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સફળતા માટે પ્રેરણા આપી હતી. કાર્યક્રમ ની શરૂઆત માં મંડળ ના પ્રમુખ વિનોદભાઇ પટેલ હેતભર્યા શબ્દોથી ઉમળકાભેર સ્વાગત કરી મંડળ ની પ્રેરક પ્રવૃત્તિઓથી મંડળ ની માહિતી આપી હતી.
મંડળ નો અહેવાલ અને કામગીરીનો સંપૂર્ણ રિપોર્ટ મંડળ ના મંત્રી રજનીકાંત એન. પટેલે આપ્યો હતો. સમગ્ર કાર્યક્રમમાં મંડળ ની ટીમે અથાગ પરિશ્રમ કરી સફળ બનાવવા ટીમે ખડે પગે રહી સફળ બનાવ્યો હતો.કાર્યક્રમના અંતે કોશાઅધ્યક્ષ યસવંતભાઇ પટેલે દરેકનો હ્રદય પૂર્વક આભાર વ્યક્ત કરી સ્નેહ સંમેલનનો સંતોષ માન્યો હતો.સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડો. મધુસુદનભાઈ પટેલે કરી દરેક ને ખુશખુશાલ કરી દીધા હતા