33 C
Ahmedabad
Thursday, April 25, 2024

અરવલ્લી: મોડાસા રૂરલ પોલીસ જાદુગર.!! જીવણપુર નજીક જીપને ટક્કર મારનાર અલ્ટો કારમાંથી દારૂ મળ્યો હોવા છતાં FIRમાં છેદ ઉડાડ્યો..??


અકસ્માતનો ભોગ બનેલ મુસાફરોએ દારૂની બોટલ સાથે વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો છતાં ફરિયાદમાં કોઈ ઉલ્લેખ નહીં
ખાખીની કામગીરી સામે સવાલ પેદા થતા SP સંજય ખરાત વાયરલ વિડીયોનું એનાલીસીસ કરી દૂધનું દૂધ અને પાણીનું પાણી કરે તેવી જાગૃત નાગરિકોમાં પ્રબળ માંગ
અલ્ટો કારનો ચાલક પોલીસકર્મી અને તેના મિત્રો નશાની હાલતમાં હોવાના આક્ષેપ સામે પોલીસતંત્રનું ભેદી મૌન

Advertisement

મોડાસા-શામળાજી રોડ પર જીવણપુર નજીક થોડા દિવસ અગાઉ અલ્ટો કારના ચાલકે રોંગ સાઈડ કાર હંકારી ટેમ્પો ટ્રાવેલર જીપને ધડાકાભેર ટક્કર મારતા ગમખ્વાર અકસ્માતમાં ચાર મુસાફરોને ઈજાઓ પહોંચી હતી જેમાં એક વૃદ્ધા જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહી છે અકસ્માત સર્જનાર અલ્ટો કારનો ચાલક નશામાં હોવાના આક્ષેપ લોકોએ કર્યા હતા અલ્ટો કારમાંથી દારૂની બોટલ મળી આવતા જીપમાં સવાર મહિલા મુસાફર અને તેના પરિવારજનોએ દારૂબંધી હોવા છતાં દારૂ ક્યાં મળે છે સાથે વિદેશી દારૂની બોટલ સાથે વિડીયો ઉતારી સોશ્યલ મીડિયામાં વાયરલ કર્યો હતો રૂરલ પોલીસ દોડતી થઇ હતી અને અગમ્ય કારણોસર અકસ્માતનો ગુન્હો નોંધી સંતોષ માન્યો હતો ફરિયાદમાં દારૂની બોટલ અંગે ઉલ્લેખ ન હોવાથી રૂરલ પોલીસે દબાણવશ દારૂની બોટલનો છેદ ઉડાડયો હોવાની પોલીસબેડામાં ચર્ચા ચાલી રહી છે.ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારનાર અલ્ટો કારનો ચાલક પોલીસકર્મી હોવાનો અને શામળાજી પંથકમાં તેના મિત્રો સાથે દારૂની મહેફિલ માણી કારમાં દારૂની બોટલો સાથે હોવાનું અકસ્માત સ્થળે ઉમટેલા લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું હતું અને જાગૃત નાગરિકોએ અકસ્માતનો વિડીયો ઉતારી ઉચ્ચ પોલીસ અધિકારીને મોકલતા મોડાસા રૂરલ પોલીસ હરકતમાં આવી હતી અને ફરિયાદ તો નોંધી પણ પ્રોહિબિશનનો ગુન્હો પણ નોંધ્યો ન હતો અકસ્માતનો ભોગ બનેલ મુસાફરોએ 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ પણ સમયસર ન પહોંચી હોવાનું આક્રોશ પૂર્વક જણાવ્યું હતુંમોડાસા રૂરલ પોલીસ સ્ટેશનમાં ટેમ્પો ટ્રાવેલરને ટક્કર મારનાર અલ્ટો કાર ચાલક સામે મહીસાગર સરસવાના ભાવીન શનાભાઈ વાગડીયાની ફરિયાદના આધારે અકસ્માતનો ગુન્હો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે ત્યારે ફરિયાદમાં દારૂના ગુન્હા અંગે કોઈ નોંધ ન હોવાથી મોડાસા રૂરલ પોલીસની કામગીરી સામે સવાલ પેદા થતા આ અંગે જીલ્લા પોલીસવડા વાયરલ વીડિયોના આધારે ઉચ્ચ અધિકારીને તપાસ સોંપે અને મહિલાએ વીડિયોમાં બતાવેલ દારૂની બોટલ ક્યાંથી આવી તે અંગે શખ્ત કાર્યવાહી કરે તેવી લોકમાંગ પ્રબળ બની છે.

Advertisement


Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!