32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : ભિલોડામાં ખનીજ માફિયાઓ માટે સિલ્ક રૂટ, મામલતદારે લાલ આંખ કરી

અરવલ્લી : ભિલોડામાં ખનીજ માફિયાઓ માટે સિલ્ક રૂટ, મામલતદારે લાલ આંખ કરી

0
221

ભિલોડા તાલુકામાં ઓવરલોડ રેતી અને કપચી ભરેલી ટ્રકો પુરપાટ ઝડપે હંકારતા ખનીજ માફીયાઓ સામે મામલતદારે લાલ આંખ કરતા ખનીજ માફીયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકામાં ખનીજ માફીયાઓ કાયદાની ઐસી કી તૈસી કરીને બેરોકટોક રીતે ખનીજ વહન કરતા હોય ત્યારે અત્રે ઉલ્લેખનિય છે કે,ભિલોડાના મામલતદાર ઝેડ.વી.પટેલ સહિત સ્ટાફ પરીવાર ધ્વારા ન્યાયિક તપાસ હાથ ધરાઈ હતી.

ભિલોડા – ઈડર – શામળાજી ધોરીમાર્ગ પર મામલતદાર કચેરી સામે ટાટા આઈવો નંબર. R.J . 27 . GD . 3519 માં સાદી રેતી ભરીને હિંમતનગર થી ઉદયપુર (રાજસ્થાન) મુકામે લઈને જતા હોવાનું જણાવતા ટ્રક ઉભી રાખીને રોયલ્ટી પાસ તપાસી કાંટો કરાવતા અંદાજીત 40 ટન જેટલી સાદી રેતી ટાટા આઈવામાં ભરેલ હતી.ટાટા આઈવા ટ્રકની ક્ષમતા કરતા વધુ ઓવરલોડ હોય ખાણ ખનીજ વિભાગને દંડ માટે કાર્યવાહી કરવા જણાવેલ હતું.ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આજ રોજ રૂપિયા 3,01,600/- જેટલો દંડ ભરાવેલ છે.ખનીજ માફીયાઓમાં ભારે ફફડાટ ફેલાયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!