29.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર, ‘આપ’ નો CM ચહેરો એટલે ‘ઈસુદાન...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીના સૌથી મોટા સમાચાર, ‘આપ’ નો CM ચહેરો એટલે ‘ઈસુદાન ગઢવી’

0
157

ગુજરાત વિધાનસભાની ચૂંટણી ગુરૂવારના રોજ જાહેર થઈ ચૂકી છે, ત્યારે આમ આદમી પાર્ટીએ ઉમેદવારોના નામ જાહેર કરવાની સાથે સાથે મુખ્યમંત્રીનો ચહેરો પણ પસંદ કરી લીધો છે. આમ આદમી પાર્ટીએ ગુજરાતના મુખ્યમંત્રી માટે ઇસુદાન ગઢવીના નામની સત્તાવાર જાહેરાત કરી છે. ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ મુખ્યત્વે શિક્ષણ, આરોગ્ય, રોજગાર સહિતના મુદ્દાઓને લઇને ચૂંટણી મેદાનાં ઝંપલાવ્યું છે ત્યારે આ માટે મુખ્યમંત્રીના ચહેરા માટે આમ આદમી પાર્ટીએ સર્વે કર્યો હતો. આ સર્વેમાં મુખ્યમંત્રીના ચહેરા માટે આખરે ઇસુદાન ગઢવીના નામ પર મહોર લાગી છે.

આમ આદમી પાર્ટીએ દિલ્હીથી શરૂઆત ચૂંટણી મેદાનમાં ઝંપલાવ્યું હતું ત્યારબાદ પંજાબમાં સરકાર બનાવી અને હવે ગુજરાતની ચૂંટણીમાં પણ જોરશોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગઇ છે. આમ આદમી પાર્ટી ગુજરાતની વિધાનસભાની ચૂંટણી મુખ્યમંત્રીના ચહેરા સાથે લડશે. પત્રકારથી ગુજરાતની રાજનીતિમાં પ્રવેશ કરનાર ઈસુદાન ગઢવી હવે આમ આદમી પાર્ટીમાં મુખ્યમંત્રીનો ચહેરો જાહેર કરાયો છે.

આમ આદમી પાર્ટી 2022ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે એડી ચોંટીનું જોર કાગવી રહી છે. ત્યારે હવે આમ આદમી પાર્ટીએ નવી જ રણનીતિ અપનાવી છે. ચૂંટણી જાહેર થઈ તે પહેલા જ તેમણે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ એક બાદ એક એમ કુલ 9 યાદી જાહેર કરી છે તેમાં કુલ 118 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!