34 C
Ahmedabad
Friday, April 19, 2024

5 કરોડના ઇસરી આરોગ્ય કેન્દ્રમાં દર્દીઓની બૂમ…!! બોટલ ચઢાવવી હોય તો આઈ.વી.સેટ બહારથી ખરીદવા મજબુર બનાવની બુમરાડ


અરવલ્લી જીલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં હજુ વિકાસ પહોંચ્યો નથી જ્યાં પહોંચ્યો છે ત્યાં પણ અધકચરો વિકાસ હોવાની બૂમો ઉઠી રહી છે આરોગ્યલક્ષી સેવાના બણગાં ફૂંકતી સરકારની સરકારી હોસ્પિટલો અને આરોગ્ય કેન્દ્રમાં દવાઓ અને રસીનો સ્ટોક ગમે તે ઘડીએ ખૂટી પડતી હોવાની ઘટનાઓ સતત બની રહી છે મેઘરજ તાલુકના ઇસરી ગામમાં રાજ્ય સરકારે કરોડો રૂપિયાના ખર્ચ ઇસરી આરોગ્ય કેન્દ્ર પ્રજાની સેવા માટે ખુલ્લું મૂક્યું છે ત્યારે આરોગ્ય તંત્રની આળસ કારણે છેલ્લા કેટલાક સમયથી સારવાર લેવા આવતા ગરીબ દર્દીઓને બોટલ ચઢાવવા માટે જરૂર પડતા આઈ.વી.સેટની ખાનગી મેડિકલ માંથી ખરીદી કરવા મજબુર બનવું પડે છે આરોગ્ય તંત્ર આઈ વી સેટ નો જથ્થો તાત્કાલિક અસરથી ઉપલબ્ધ કરાવે તે ખુબ જરૂરી છેઇસરી પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર સમગ્ર પંથકના ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે સારવાર માટે આશીર્વાદ રૂપ સાબિત થઇ રહ્યું છે ઇસરી આરોગ્ય કેન્દ્ર ઇન્ડોર દર્દીઓને કે પછી આઉટ ડોર દર્દીઓને બોટલ ચઢાવવાની જરૂર પડે તો દર્દીઓને ઇન્ફ્યૂઝન સેટનો જથ્થો ન હોવાથી દર્દીઓને બહાર ખાનગી મેડિકલમાં ધકેલવામાં આવતા હોવાની બૂમો ઉઠી છે.

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર, ઇસરી આરોગ્ય કેન્દ્રનો સ્ટાફ સારવાર માટે આવતા દર્દી કે દર્દીના સગાને આઈવી સેટ લઇ આવો પછી જ બોટલ ચઢાવવા આવશે તેમ કહેવામા આવતાં દર્દીઓ અને લોકોમાં ભારે રોષ પ્રવર્તી રહ્યો છે આ અંગે જવાબદાર તબીબ અને આરોગ્યકર્મીઓ સ્ટોક ન હોવાનું રટણ કરી રહ્યા છે અને આ અંગે જીલ્લા આરોગ્ય કેન્દ્રમાં લેખિત રજુઆત કરવામાં આવી હોવાનું જણાવ્યું હતુંઇસરી આરોગ્ય કેન્દ્રમાં સારવાર અર્થે પહોંચતા દર્દીઓએ જણાવ્યું હતું કે આરોગ્ય કેન્દ્રમાંથી ઇંજેક્શન, દવા અને ગ્લુકોઝની બોટલ આપવામાં આવે છે પરંતુ બોટલ ચઢાવવા માટે નળી આપવામાં આવતી ન હોવાથી ગરીબ દર્દીઓએ મજબુરી વશ ખાનગી હોસ્પિટાલમાંથી આઈ વી સેટ લાવવા પડી રહી છે ત્યારે શું સરકારી આરોગ્ય કેન્દ્ર દર્દીઓ ને જાતે પૈસા ખર્ચવા બનાવવામાં આવ્યાં છે કે પછી વિકાસ માટે..? આરોગ્ય તંત્ર ઇસરી આરોગ્ય કેન્દ્રમાં આઇવીસેટનો સ્ટોક ઉપલબ્ધ કરાવે તેવી માંગ પ્રબળ બની છે

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!