અરવલ્લી જીલ્લાના ભિલોડા તાલુકાના વાંસળી ગામમાંથી વર્ષોની પરંપરા મુજબ કારતક માસ દરમિયાન સુપ્રસિદ્ધ યાત્રાધામ ફાગવેલ શ્રી ભાથીજી મહારાજના દર્શનાર્થે જઈ રહેલ પગપાળા પદયાત્રીઓના રથનું પ્રસ્થાન કરાવ્યું હતું.
Advertisement
અરવલ્લી જીલ્લા પંચાયત,ભિલોડા બેઠકના સદસ્ય ઈન્દુબેન ભાવિનભાઈ તબિયાર,સહિત અમરીશભાઈ, મુખી,મહારાજ સહિત સેવાભાવી ભાવિક ભક્તોએ ફાગવેલ તરફ જઈ રહેલ પગપાળા પદયાત્રીઓના રથનું શ્રધ્ધાભેર પ્રસ્થાન કરાવ્યું હતું.ભકિતમય વાતાવરણ દરમિયાન ભક્તિમય માહોલમાં શ્રી ભાથીજી મહારાજનો જય જયકાર સર્વત્ર
સંભાળાઈ રહ્યો છે.ભાવિક ભક્તોએ દર્શન કરીને પ્રસાદી મેળવી ધન્યતા અનુભવી હતી.
Advertisement
Advertisement