આમ આદમી પાર્ટીએ ધીરે-ધીરે ઉમેદવારોના નામની જાહેરાત કરતા કાર્યકરોનો ઉત્સાહ જોવા મળ્યો. મોડાસા વિધાનસભા બેઠક પર આપના ઉમેદવાર તરીકે રાજેન્દ્રસિંહ પરમારના નામની જાહેરાત કરાઈ છે, તેઓ પીએચ.ડી. ની પદવી ધરાવે છે અને મોડાસાની સર.પી.ટી.સાયન્સ કોલેજ ખાતે ફરજ બજાવે છે. રાજેન્દ્રસિંહ પરમાર 21 ઓક્ટોબરના રોજ આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા, ત્યારે 7 નવેમ્બરના રોજ તેમના નામની જાહેરાત થતાં કાર્યકરોનો જમાવડો જોવા મળ્યો હતો.મોડાસા કોલેજ કેમ્પસ ખાતે રાજેન્દ્રસિંહ પરમારના નિવાસસ્થાને આપના નેતા નિલેશ જોષી, ઉસ્માન લાલા સહિતના આગેવાનો આવી પહોંચ્યા હતા અને શુભેચ્છાઓ પાઠવી હતી. આ સાથે જ સમાજના આગેવાનો અને આપના કાર્યકરો પણ મોટી સંખ્યામાં શુભેચ્છાઓ પાઠવવા માટે અવિરત આવતા નજરે પડ્યા હતા.મીડિયા સાથેની વાતચીતમાં રાજેન્દ્રસિંહ પરમારે જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો અને જણાવ્યું કે, ગ્રામ્ય વિસ્તારોમાં રોડની હાલત દયનિય છે આ સાથે જ શિક્ષણની નગર મોડાસા ગણાય છે ત્યારે અરવલ્લી જિલ્લાના વિદ્યાર્થીઓએ નાના-નાના કામ માટે પાટણ સુધીના ધક્કા ખાવા પડી રહ્યા છે. તેઓ યુનિવર્સિટીની માટે પ્રાથમિકતા આપશે.
મોડાસા વિધાનસભાના AAP ના ઉમેદવારને શુભેચ્છાઓ પાઠવવા કાર્યકરોનો જમાવડો, જીતનો દાવો કર્યો
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -