વિધાનસભા-2017ની ચૂંટણીમાં મોદી લહેર વચ્ચે પણ અરવલ્લી જીલ્લાની ત્રણે વિધાનસભામાં બેઠકો પર કોંગ્રેસે ભવ્ય વિજય મેળવ્યો હતો ભિલોડા બેઠક પર કોંગ્રેસ એક હથ્થુ પ્રભુત્વ ધરાવી રહી છે કોંગ્રેસના ગઢ સમાન ભિલોડા વિધાનસભા બેઠકના ધારાસભ્ય સ્વ.ર્ડો અનિલ જોષીયારાનું કોરોનમાં નિધન થતા અને તેમના પુત્ર કેવલ જોષીયારાએ પંજાને છોડી કેસરિયો ધારણ કરી લીધો છે ત્યારે ભિલોડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસના પાયાના કાર્યકરોની અવગણના કરી રહી હોવાની અને વિધાનસભાની ચૂંટણીમાં માલેતુજાર ઉમેદવારને ટિકિટ વેચવાની વેતરણ કરવાની ચર્ચાએ જોર પકડ્યું છે ભિલોડા બેઠક કોંગ્રેસ સામેથી ભાજપને ભેટ આપે તો નવાઈ નહીં ..!!
અરવલ્લી જીલ્લાની બાયડ બેઠક પર સીટિંગ ધારાસભ્ય જશુભાઈ પટેલને ટિકિટને લઈને શીતયુદ્ધ ચાલી રહ્યું છે ત્યારે ભિલોડા બેઠક પર કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરોમાં ટિકિટને લઈને તરહ તરહની ચર્ચાએ જોર પકડ્યું છે ગુજરાત કોંગ્રેસ અને જીલ્લા કોંગ્રેસના કેટલાક અગ્રણીઓ દ્વારા કોંગ્રેસ માટે જાત ઘસી નાખનાર અને પાયાના કાર્યકરોની અવગણના કરીને માલેતુજાર ઉમેદવાર સાથે સોગઠાં ગોઠવી રહ્યા હોવાની વાત બહાર આવતાની સાથે લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે કોંગ્રેસના કેટલાક લાલચુ પદાધિકારીઓને લીધે ભિલોડા બેઠક પર યાદવાસ્થળી થવાની સંભાવના પેદા થઇ છે.
ભિલોડા બેઠક પર જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ રાજેન્દ્ર પારઘી, ર્ડો.રાજન ભગોરા સહીત 10 જેટલા મજબૂત દાવોદારો સામે કોંગ્રેસ માલેતુજાર ઉમેદવાર સામે નજર દોડાવી છે માલેતુજાર ટિકિટ વાંચ્છુકે તેના સમર્થકોના સહારે ભિલોડા પંથકના અને આદિવાસી સમાજમાં સ્વચ્છ અને સેવાકીય કાર્યોમાં અગ્રેસર રહેતા ર્ડો.રાજન ભગોરા સામે સોશ્યલ મીડિયામાં બદનામ કરતી પોસ્ટ વાયરલ કરાવી હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે કોંગ્રેસ જાણે ભિલોડા બેઠક ભાજપને ભેટ આપવા માંગી રહી હોવાનો ગણગણાટ શરૂ થયો છે
Exclusive : અરવલ્લીના ભિલોડામાં કોંગ્રેસ ટીકીટ વેચવાની વેતરણમાં હોવાની કાર્યકરોમાં ચર્ચા, કોંગ્રેસનો દબદબાના અંત માટે રાજકીય સોદાબાજી…!!
Advertisement
Advertisement