38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત Breaking : નિષ્ઠુર પિતાએ પુત્રીના ગળા પર બ્લેડ મારી હત્યાનો પ્રયાસ કરતા...

Breaking : નિષ્ઠુર પિતાએ પુત્રીના ગળા પર બ્લેડ મારી હત્યાનો પ્રયાસ કરતા ચકચાર : ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સમાં પિતાએ પુત્રીને બ્લેડ મારી દીધી

0
226

ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સના સ્ટાફની સમય સુચકતાથી સહેજ માટે ઓનર કીલિંગની ઘટના અટકી, ઈજાગ્રસ્ત પુત્રીને દવાખાને ખસેડાઈ

પિતા-પુત્રીના પવિત્ર સંબંધોને લાંછન લગાડે તેવો કિસ્સો અરવલ્લી જીલ્લાના મોડાસા શહેરમાં આવેલા ચિલ્ડ્રન્સ હોમ ફોર ગર્લ્સ
માં બનતા ભારે ચકચાર મચી હતી ધનસુરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારની સગીરા એક યુવક સાથે ભાગી પ્રેમ લગ્ન કરી લીધા પછી પોક્સો એક્ટ હેઠળ પિતાએ યુવક સામે ગુન્હો નોંધાવતા પોલીસે પ્રેમી પંખીડાને ઝડપી પાડી કોર્ટના આદેશ મુજબ સગીરાને ચિલ્ડ્રન્સ ફોર હોમ ગર્લ્સ- અરવલ્લી ખાતે છેલ્લા બે મહિનાથી રાખવામાં આવી હતી પિતા પુત્રીને બીજી વાર મુલાકાત દરમિયાન અગમ્ય કારણોસર રાક્ષસનું રૂપ ધારણ કરી પુત્રીના ગળા પર બ્લેડ મારી દેતા પુત્રીએ બુમાબુમ કરી મૂકી હતી પિતાના હિચકારા હુમલાથી સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો પોલીસે હુમલાખોર પિતાને દબોચી લઈ જેલના સળિયા પાછળ ધકેલી દીધો હતો

મોડાસા ખાતે આવેલ અને સમાજ સુરક્ષા વિભાગ સંચાલિત ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ માં ધનસુરા તાલુકાની પોસ્કો ના ગુન્હા માં રખાયેલ સગીરા ના માતાપિતા સગીરા ને મળવા આવ્યા હતા .હોમ માં દીકરી સાથે વાતચીત માટે બેઠેલા પિતા એ એકાએક ઉગ્ર બની તીક્ષ્ણ બ્લેડ જેવા ધારદાર પદાર્થ વડે સગીરા નું ગળું કાપી નાખવા ની કોશિશ કરી ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ સંકુલ માજ સગીરા નું ગળું કાપતા લોહીલુહાણ થઈ હતી સમગ્ર ઘટના અંગે પોલીસ ને જાણ કરી અને 108 માં સારવાર અર્થે સાર્વજનિક હોસ્પિટલમાં ખસેડાઇ હતી દીકરી ના કાતિલ પિતા ને મોડાસા ટાઉન પોલીસ માં લઇ જવા માં આવ્યા છે સમગ્ર ઘટના અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!