વિધાનસભાની ચૂંટણી જાહેર થતાની સાથે બુટલેગરો દેશી-વિદેશી રેલમછેલ કરવા અધીરા બન્યા છે ઉમેદવારો મતદારોને રીઝવવા વિદેશી દારૂની નદીઓ વહાવતા હોવાનું જગજાહેર છે અરવલ્લી જીલ્લા પોલીસવડા સંજય ખરાતના માર્ગદર્શન હેઠળ પોલીસતંત્ર રાજસ્થાન રાજ્યને અડીને આવેલી આંતરરાજ્ય સરહદ પરથી વિદેશી દારૂની ઘૂસણખોરીને અટકાવવા સતત દોડાદોડી કરી રહી છે ધનસુરા પોલીસે નવી શિણોલ ગામ નજીક દારૂ ભરી પસાર થતી સ્વીફ્ટ કારમાંથી 1.81 લાખથી વધુના શરાબ સાથે બે ખેપિયાને દબોચી લઇ જેલના સળિયા પાછળ ધકેલી દીધા હતાધનસુરા પીઆઈ અલ્કેશ ચૌધરી તેમની ટીમ સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ હાથધરતા રાજસ્થાન થી વિદેશી દારૂ ભરેલી સ્વીફ્ટ કાર મેઢાસણ શિણોલ થઇ અમદાવાદ બાજુ જવાની બાતમી મળતા તાબડતોડ નવી શિણોલ નજીક નાકાબંધી કરી બાતમી આધારિત સ્વીફ્ટ કારને અટકાવી તલાસી લેતા કારમાંથી વિદેશી દારૂની બોટલ નંગ-240 કીં.રૂ.181200/- નો જથ્થો જપ્ત કરી કાર ચાલક ઈશ્વરસિંહ કિશોરસિંહ ચૌહાણ (રહે,ટોકર-રાજસ્થાન) અને શાંતિલાલ કમજી ડામોર (રહે,ભુવાલી – રાજસ્થાન)ને ઝડપી પાડી વિદેશી દારૂ,કાર, મોબાઈલ અને રોકડ રકમ મળી રૂ.5.84 લાખ જેટલો મુદ્દામાલ જપ્ત કરી કારમાં વિદેશી દારૂ ભરી આપનાર સલુમ્બર રાજસ્થાનના પ્રકાશ કલાલ નામના બુટલેગર સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે
અરવલ્લી : ધનસુરા પોલીસે નવી શિણોલ નજીક સ્વીફ્ટ કારમાંથી 1.81 લાખના દારૂ સાથે બે રાજસ્થાની બુટલેગરોને દબોચ્યા
Advertisement
Advertisement
Advertisement