38 C
Gujarat
Sunday, July 12, 2026
Home HeadLines હેવાને હદ વટાવી : માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઘર આગળ ઉંઘતી 4 વર્ષીય...

હેવાને હદ વટાવી : માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં ઘર આગળ ઉંઘતી 4 વર્ષીય બાળકીને પાડોશી નરાધમે ખેતરમાં ખેંચ જઈ પીંખી નાખતા ચકચાર

0
789

રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી દુષ્કર્મની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. મહિલા માટે ગુજરાત સલામત છે એવા સરકારી દાવાઓ વચ્ચે ગોઝારી ઘટનાઓ દિવસે દિવસે વધી રહી છે. બહેન-દીકરીઓ ગુજરાતમાં ખરેખર સલામત છે? એવો ગંભીર સવાલ હવે લોકો સામે પડકાર બનીને ઉભો છે. દુષ્કર્મીઓને કેન્દ્ર સરકારે કડક કાયદો બનાવી આરોપીને ફાંસીના માંચડે લટકાવી દેવા સુધીની સજાની જોગવાઈ કરી હોવા છતાં કાયદોનો કોઈ ડર જ ન હોય તેમ દુષ્કર્મની ઘટનાઓ સતત બની રહી છે. માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 4 વર્ષીય બાળકીને પીંખી નાખનાર 24 વર્ષીય નરાધમ યુવકને જીલ્લા એલસીબી પોલીસે દબોચી લીધો હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી. નરાધમ યુવકને ફાંસીના માંચડે લટકાવી દેવાની લોક માંગ પ્રબળ બની છે.

અરવલ્લી જીલ્લાના માલપુર તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં હોળીની રાત્રીએ 11 વાગ્યાના સુમારે ઘરની બહાર આંગણામાં ઉંઘી રહેલી 4 વર્ષીય બાળકીને નજીકમાં રહેતા 24 વર્ષીય નરાધમ યુવકે ઉઠાવી જઈ નજીકમાં રહેલા ખેતરમાં લઇ જઈ બાળકી પર દુષ્કર્મ આચરી ફરાર થઈ જતા ભારે ચકચાર મચી હતી. માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે દુષ્કર્મી યુવકને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યા હતા. ઘટનાની ગંભીરતા સમજી એલસીબી પોલીસ તપાસમાં જોતરાઈ હતી અને આરોપીની અટક કરી લીધી હતી.

હોળી પર્વની રાત્રીએ માલપુરના ગ્રામ્ય વિસ્તારમાં 24 વર્ષીય ગાજર તરીકે પંકાયેલા નરાધમ યુવકે એક પરિવારની 4 વર્ષીય દીકરીને ઘર આગળ ઉંઘી રહેલી હાલતમાં જોતા નરાધમ યુવકના મનમાં વાસનાનો કીડો સળવળતા બાળકીને ખેતરમાં ઉઠાવી જઈ દૂષ્કર્મ આચરી ખેતરમાં તરછોડી ફરાર થઈ ગયો હતો. પરિવારે બાળકીની શોધખોળ કરતા ખેતર નજીક રડતી મળી આવતા અને બાળકી સાથે અઘટીત ઘટના બની હોવાનું જણાઈ આવતા પરિવારજનોની હાલત પગ નીચેથી ધરતી સરકી ગઈ હોય તેવી બની હતી. દુષ્કર્મનો ભોગ બનેલ 4 વર્ષની બાળકીની માતાએ માલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા માલપુર પોલીસે યુવક વિરુદ્ધ દુષ્કર્મ અને પોક્સો એક્ટ હેઠળ ગુન્હો નોંધી ઝડપી પાડવા ચક્રોગતિમાન કરી દુષ્કર્મનો ભોગ બનેલી 4 વર્ષીય બાળકીને સારવાર અર્થે સરકારી દવાખાને ખસેડી શારીરિક પરીક્ષણ માટેની તજવીજ હાથ ધરી હોવાની માહિતી પ્રાપ્ત થઈ હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!