34.2 C
Gujarat
Friday, September 11, 2026
Home ગુજરાત અરવલ્લી : મોડાસાના ડુઘરવાડાના નજીક દાવાનાળ, વારંવાર કેેમ ?

અરવલ્લી : મોડાસાના ડુઘરવાડાના નજીક દાવાનાળ, વારંવાર કેેમ ?

0

ઉનાળો શરૂ થતાં જ અરવલ્લી જિલ્લામાં ફરીથી દાવાનળની ઘટનાઓ શરૂ થઈ જાય છે, ત્યારે વધુ એક વાર મોડાસાના ડુઘરવાડાના જંગલમાં દાવાનળ થતાં અફરા-તફરી મચી જવા પામી અને વનરાજી બળીને ખાક થઇ ગયા. સામાન્ય લાગેલી આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગના ગોટેગોટા હવામાં ઉડતા જોવા મળ્યા હતા. આગ લાગવાની ઘટના ઘટવા છતાં વનવિભાગનો એકપણ અધિકારી કે કર્મચારી ઘટનાસ્થળે પહોંચ્યો નહોતો. વનરાજીને બાળી નાખવાનો પ્રયાસ કરવામાં આવતો હોય તેવું લોકચર્ચાએ જોર પકડ્યું હતું.

ઉલ્લેખનિય છે કે, આ પહેલા માલપુર તેમજ મોડાસા નજીક પણ આગની ઘટના ઘટી હતી, ત્યારે સતત જંગલમાં આગની ઘટનાથી અનેક સવાલો વનવિભાગની કામગીરી પર ઉઠી રહ્યા છે, ત્યારે શું આગ લાગે છે કે, લગાવવામાં આવે છે તે એક સવાલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!