વિધાનસભાની ચૂંટણીને લઇને આ વખતે ત્રિપાંખિયો જંગ જામશે તેવી આશંકાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે, પણ અરવલ્લી જિલ્લાના બાયડ વિધાનસભા બેઠક પર આવી સ્થિતિ જોવા મળી છે. બાયડ વિધાનસભા બેઠક પર ભાજપ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સાથે સાથે અપક્ષ ઉમેદવારો પણ મેદાને છે. ત્યારે કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ બાયડ ખાતે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.અરવલ્લી જિલ્લામાં પ્રવેશ કરતાની સાથે જ તેમણે દીપેશ્રી માતાજી મંદિરે પહોંચ્યા હતા જ્યાં પૂજા અર્ચના કરી હતી અને ત્યારબાદ બાયડમાં પ્રવેશ કર્યો હતો. બાયડ ખાતે કોંગ્રેસના કાર્યાલયનું ઉદ્ધાટન મહેન્દ્રસિંહ વાઘેલાના હસ્તે કરાયું હતું, આ પ્રસંગે મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા. કાર્યાલય ખાતે જનસભાને સંબોધન કરી હતી, જ્યાં કાર્યકરોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો. જનસભા પૂર્ણ થયા પછી શુભ મુહૂર્તમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ શક્તિ પ્રદર્શન કરી ભવ્ય રેલી યોજી પ્રાંત કચેરી ખાતે પહોંચ્યા હતા. આ રેલીમાં મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા જ્યાં મહેન્દ્રસિંહ વાઘેલાએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
મીડિયા સાથેની વાતચીતમાં મહેન્દ્રસિંહ વાઘેલાએ જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો, તેમણે જણાવ્યું હતું કે, બાયડ અને માલપુરની જનતાના આશીર્વાદ તેમની પર છે અને રહેશે.
બાયડમાં કોંગ્રેસનું શક્તિ પ્રદર્શન, 2 કિ.મી. ચાલતા પ્રાંત કચેરી કાર્યકરો સાથે પહોંચ્યા મહેન્દ્રસિંહ વાઘેલા, કહ્યું, “જનતાનો પ્રેમ મારી સાથે”
Advertisement
Advertisement