ગુજરાત વિધાનસભાની ચૂંટણી આ વર્ષે રસાકસી ભરી રહે તો નવાઈ નહીં કારણ કે, અત્યારથી માહોલ ગરમ જોવા મળી રહ્યો છે. પક્ષ પલટાની સીઝન ગુજરાતમાં ચાલુ છે ક્યાં કોંગ્રેસમાં ગાબડા પડે છે ક્યાં ભાજપમાં પણ ગાબડા પડતા નજરે પડી રહ્યા છે. અને આવું જ ગાબડું પાડવામાં અરવલ્લીના બાયડમાં કોંગ્રેસને મોટી સફળતા મળી છે. બાયડ-માલપુર વિધાનસભા બેઠકના ઉમેદવાર મહેન્દ્રસિંહ વાઘેલાએ આ વખતે ઉમેદવારી કરી છે ત્યારે બાયડ કાર્યાલય ખાતે યોજાયેલી જાહેરસભામાં 50 થી વધારે ભાજપના આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.અરવલ્લી જિલ્લાની બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર આ વખતે ત્રિપાંખિયો જંગ જામે તેવા એંધાણ વચ્ચે ભાજપમાં ગાબડું પાડવામાં કોંગ્રેસને સફળતા મળી છે. ભાજપના 50 જેટલા આગેવાનોએ કોંગ્રેસનો હાથ પકડ્યો છે, જેમાં વર્ષ 2017ની પેટા ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર અદેસિંહ ચૌહાણ, દોલસિંહ ચૌહાણ, 2019 એન.સી.પી. ઉમેદવાર, તેમજ માલપુર ભાજપના આગેવાન સુરેન્દ્રસિંહ રાઠોડ સહિતના આગેવાનો કોંગ્રેસમાં જોડાયા હતા,તેમની સાથે હજારો કાર્યકરોએ પણ કોંગ્રેસનો હાથ પકડ્યો હતો.
બાયડ-માલપુર ભાજપમાં ગાબડું પાડવામાં મહેન્દ્રસિંહને મળી સફળતા, 2017ની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સહિત 50 આગેવાનો જોડાયા
Advertisement
Advertisement
વૉટ્સ એપ ચેનલમાં જોડાવા ક્લિક કરો
- Advertisement -
- Advertisement -
- Advertisement -