37.3 C
Gujarat
Sunday, July 12, 2026
Home કરંટ ઇશ્યુ અરવલ્લી : મોડાસા વિધાનસભા બેઠક પર AAPએ ટિકિટ ન આપતા યુવા અગ્રણી...

અરવલ્લી : મોડાસા વિધાનસભા બેઠક પર AAPએ ટિકિટ ન આપતા યુવા અગ્રણી રાહુલ સોલંકીએ અપક્ષ ઉમેદવારી નોંધાવી

0
226

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં અરવલ્લી જીલ્લમાં ભાજપના સુનામી વચ્ચે આમ આદમી પાર્ટીના નવ યુવાન ઉમેદવાર અને 108 ના હુલામણા નામથી જાણીતા રાહુલ કચરા ભાઈ સોલંકીએ ટીંટોઈ-2 બેઠક પર ભવ્ય વિજય પ્રાપ્ત કરતા ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોમાં ભારે સન્નાટો જોવા મળ્યો હતો મોડાસા તાલુકા સહીત અરવલ્લી જીલ્લામાં આમ આદમી પાર્ટીનો સતત પ્રચાર-પ્રસાર કરનાર અને પાયના કાર્યકર રાહુલ સોલંકી મોડાસા વિધાનસભા બેઠક પર આમ આદમી પાર્ટીના સર્વેમાં પણ અગ્રેસર હોવા છતાં જાતિગત સમીકરણને પગલે ટિકિટ આપવામાં ન આવતા આખરે રાહુલ સોલકીંએ અપક્ષ ઉમેદવારી નોંધાવતા ભાજપ-કોંગ્રેસનું સમીકરણ બગાડી શકે છે

મોડાસા તાલુકાના યુવા અગ્રણી રાહુલ સોલંકીએ આમ આદમી પાર્ટીને અલવીદા કરવાની સાથે મોટી સંખ્યામાં ટેકેદારો સાથે જીલ્લા કલેકટર કચેરીએ ઉમેદવારી નોંધાવી હતી રાહુલ સોલંકીના સમર્થનમાં ટીંટોઈ ગામ સહીત આજુબાજુના ગ્રામ્ય વિસ્તારના લોકો સ્વયંભૂ પહોંચ્યા હતા રાહુલ સોલંકીએ આમ આદમી પાર્ટીએ વિશ્વાસઘાત કર્યો હોવાના આક્ષેપ સાથે વિધાનસભાની ચૂંટણીમાં વિજય પ્રાપ્ત કરવાનો હુંકાર કર્યો હતો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!