40 C
Ahmedabad
Thursday, March 28, 2024

અરવલ્લી : બાયડ વિધાનસભા બેઠક પર ધવલસિંહ ઝાલાનું શક્તિ પ્રદર્શન હજ્જારો સમર્થકો સાથે વાજતે-ગાજતે રેલી યોજી અપક્ષ ઉમેદવારી નોંધાવી


બાયડ વિધાનસભા બેઠક પર પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાને ભાજપ પક્ષે ટિકિટ ન આપતા તેમના સમર્થકોમાં ભારે નારાજગી પ્રવર્તી રહી હતી બાયડ વિધાનસભા બેઠક પર ધવલસિંહ ઝાલાને ટિકિટ મળે તે માટે હજ્જારો કાર્યકર્તાઓ કમલમનો ઘેરાવો કરી ટિકિટની માંગ કરી હોવા છતાં કમલમનો ફેરો માથે પડ્યો હતો ધવલસિંહ ઝાલાને તેમના ટેકેદારોના મનની વાત ગ્રાહ્ય રાખી અપક્ષ ઉમેદવારી નોંધાવવાનો નિર્ણ્ય કર્યો હતો ઉમેદવારી ફોર્મ ભરવાના છેલ્લા દિવસે ધવલસિંહ ઝાલાએ બાયડમાં પ્રચંડ રેલી યોજી વાજતે-ગાજતે અપક્ષમાંથી ફોર્મ ભરી જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો

Advertisement

બાયડના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ બાયડ-માલપુર વિધાનસભા બેઠક પર મતદારોની ચિંતા કરી સુખ-દુઃખના પ્રસંગમાં સતત ખડેપગે ઉભા રહી ભારે લોક ચાહના પ્રાપ્ત કરી છે ભાજપની ટિકિટના પ્રબળ દાવેદાર ધવલસિંહ ઝાલાની ઉપેક્ષા કરી પૂર્વ મહિલા ધારાસભ્ય ભીખીબેન પરમારને ટિકિટ આપતા જ તેમના સમર્થકોમાં રોષ પ્રવર્તી રહ્યો હોવાની સાથે ભાજપે ધવલસિંહ ઝાલાનો દ્રોહ કરી કોંગ્રેસને બેઠક ધરી દીધી હોવાનો ગણગણાટ શરૂ થવાની સાથે તેમને અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે આગ્રહ કરતા આખરે કાર્યકરોના આદેશને માથે ચઢાવી અપક્ષ ઉમેદવારી નોંધાવવા માટે વિશાળ શક્તિ પ્રદર્શન સાથે ઉમેદવારી નોંધાવતા સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો ધવલસિંહ ઝાલાએ તેમના સમર્થકોને કહ્યું હતું કે, જેણે આપણી સાથે ગદ્દારી કરી છે તેનો હિસાબ માંગજો અને આપણું જે ચિન્હ આવે એ નિશાન પર જંગી મતદાન કરજો.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!