33 C
Ahmedabad
Friday, April 19, 2024

અરવલ્લી: ભિલોડા બેઠકના ઉમેદવાર પી.સી.બરંડાનો બફાટ, રવિ કિશનને કહી દીધા કુખ્યાત, પછી ભૂલ સુધારતા કહ્યું “પ્રખ્યાત”


વિધાનસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ થયો છે ત્યારે અરવલ્લી જિલ્લાની ત્રણેય બેઠક પર કબજો કરવા ભારતીય જનતા પાર્ટીએ કમર કસી છે. અરવલ્લી જિલ્લાની ભિલોડા, બાયડ અને મોડાસા બેઠક પર હાલ કોંગ્રેસનો કબજો છે ત્યારે ભારતીય જનતા પાર્ટીએ આ ત્રણેય બેઠક જીતવા દિગ્ગજોની ફોજ મેદાને ઉતારી દીધી છે. દિગ્ગજોને મેદાને ઉતારી દેતા ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો ઉત્સાહમાં ને ઉત્સાહમાં શું બોલવું તે ભૂલી જતાં હોય છે ત્યારે આવી જ એક ઘટના સામે આવી જેનાથી મજાક બની ગયા હતા.ભિલોડા બેઠક પર પ્રચાર માટે ભારતીય જનતા પાર્ટીના દિગ્ગેજ નેતા અને અભિનાત રવિ કિશન મેઘરજ ખાતે યોજાયેલી જાહેરસભામાં પહોંચ્યા હતા, જ્યાં તમામ લોકોનું સ્વાગત કરવા માટે ભિલોડા-મેઘરજ વિધાનસભા બેઠક પર ભાજપના ઉમેદવાર પી.સી. બરંડા સ્ટેજ પર પહોંચ્યા હતા, જ્યાં તેમણે બફાટ કર્યો હતો અને તેમના ઉદ્બોધનમાં રવિ કિશનને પ્રખ્યાતની જગ્યાએ કુખ્યાત કહી દેતા ખુદ રવિ કિશને ભૂલ સુધારી હતી. ભૂલ સુધારતા હસતાં-હસતાં રવિ કિશને કહ્યું કે, આ તો પોલિસ અધિકારી હતી અને આરોપીઓને પકડતાં હતા એટલે તેમના મુખે કુખ્યાત શબ્દ યાદ રહી ગયો છે, એટલે આવું થયું. રવિ કિશને ભૂલ સુધારતા ભાજપના ઉમેદવાર પી.સી.બરંડાએ પ્રખ્યાત ફિલ્મ સ્ટાર કહ્યા હતા, જોકે કુખ્યાત બોલ્યા પછી લોકોમાં મજાકનું કારણ બની ગયા હતા.

Advertisement

અત્રે ઉલ્લેખનીય છે કે, ભારતીય જનતા પાર્ટીએ વર્ષ 2017માં પી.સી. બરંડાને ભિલોડા બેઠક પરથી ઉમેદવાર તરીકે મેદાને ઉતાર્યા હતા, તે સમયે પી.સી.બરંડા આઈ.પી.એસ. અધિકારી તરીકે કાર્યરત હતા અને ત્યારબાદ તેમને રાજીનામું આપી ચૂંટણી મેદાને ઝંપલાવ્યું હતું, જોકે દિવંગત કોંગ્રેસના નેતા ડોક્ટર અનિલ જોષિયારાની સામે તેમની હાર થઈ હતી, પણ આ વર્ષે ભાજપે ફરીથી તેમને ટિકિટ આપી મેદાને ઉતાર્યા છે.

Advertisement

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!