38 C
Ahmedabad
Thursday, April 25, 2024

પૂર્વ MLA જશુભાઈ પટેલે મતદારોનો આભાર માન્યો : 50 વર્ષથી કોંગ્રેસ માટે પરિવારે જાત ઘસી નાખી,દર્દ છલકાયું, જુઓ VIDEO


ગુજરાત વિધાનસભાની ચૂંટણીનો જંગ જામ્યો છે રાજકીય પક્ષો અને ઉમેદવારો મતદારોને રીઝવવા મથામણ કરી રહ્યા છે અરવલ્લી જીલ્લામાં બાયડ બેઠકના કોંગ્રેસના ધારાસભ્ય જશુ ભાઈ પટેલને કોંગ્રેસે રિપીટ ન કરતા ભારે નારાજગી પ્રવર્તી રહી છે કોંગ્રેસના યોદ્ધા તરીકે જાણીતા પૂર્વ ધારાસભ્ય જશુભાઈ પટેલ મતદારો પર ભારે પ્રભુત્વ ધરાવતા હોવાની સાથે મત વિસ્તારના પ્રશ્નો માટે વહીવટી તંત્ર અને સરકાર સામે અનેક વાર બાયો ચઢાવી અનોખી રીતે વિરોધ પ્રદર્શન કરી વાચા આપી છે બાયડ બેઠક પર કોંગ્રેસે મહેન્દ્રસિંહ વાઘેલાને ટિકિટ આપતા ટૂંક સમય માટે રાજકીય સંન્યાસ લીધો છે મતદારોનો આભાર માનવા સ્નેહ સંમેલન યોજાતા મોટી સંખ્યામાં મતદારો ઉમટ્યા હતા સંબોધન સમયે ભાવુક થવાની સાથે ચૂંટણીથી દૂર રહેવાનું અને લોક સેવા માટે હંમેશા તૈયાર હોવાનું જણાવ્યું હતું

Advertisement

બાયડના પૂર્વ કોંગ્રેસી ધારાસભ્ય જશુભાઈ પટેલે સ્નેહ સામેલનમાં મોટી સંખ્યામાં ટેકેદારોને જોઈ ભાવુક અને ગદગદિત બનતા હું હારેલો નથી જીતેલો છું કહી સંબોધન સમયે અટલજીએ રાજીનામાં સમયે ગાયેલી કવિતા યાદ કરી જણાવ્યું હતું કે “આહુતિ બાકી હૈ યજ્ઞ અધુરા હૈં” મારા પોતાનાએ જ મને ઘેર્યો છે કોંગ્રેસ માટે મારા પરિવારે 40-50 વર્ષ જાત ઘસી નાખી છે મારા જ એકે મારા લોકસેવાના કાર્યમાં હાડકા નાખવાનું કામ કર્યું છે બાયડ-માલપુર વિસ્તારને સ્વર્ગ બનાવવું હતું દોઢ વર્ષમાં મત વિસ્તારના વિકાસના કામો માટે સતત પ્રયત્નશીલ રહ્યો હતો

Advertisement

વધુમાં જણાવ્યું હતું કે, હું કોઈ પણ ઉમેદવાર ની ટીકા ટિપ્પણી કરવા માંગતો નથી. માલપુર અને બાયડ તાલુકો મારું કુટુંબ છે. મારા એક દીકરાને માલપુર વિસ્તારની જનતાની સેવા માટે આપું છું. માત્ર હવે હું સેવા કરીશ ચૂંટણીના કોઈ કાર્યક્રમમાં પડીશ નહિ. જસુભાઇ પટેલ સંબોધન કરતાં હતા તે સમયે ભાવુક થઈ ગયા હતા અને આભાર માનતી વખતે આંખોમાંથી આંસુ આવ્યા હતા.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!