32 C
Ahmedabad
Saturday, April 20, 2024

PM મોદી અરવલ્લીમાં છતાં બુટલેગરો બેફામ : શામળાજી નજીક સ્ટેટ મોનીટરીંગ સેલે ટ્રકમાંથી 38.40 લાખનો દારૂ ઝડપ્યો


સ્ટેટ મોનેટરીંગ સેલે બેટી બચાવો બેટી પઢાવો અને ડાક પાર્સલ લખેલ ટ્રક કન્ટેનર માંથી વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો

Advertisement

Advertisement

અરવલ્લી જીલ્લાના મુખ્ય મથક મોડાસા શહેરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સભાનું સંબોધન કરવાના હોવાથી આંતરરાજ્ય સરહદો સહીત ઠેર ઠેર ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સઘન વાહનોનું ચેકીંગ હાથધરવામાં આવ્યું હોવા છતાં જાણે બુટલેગરોને ખાખીનો ખોફ ન હોય તેમ રતનપુર ચેકપોસ્ટ પરથી વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નીશીલ બનતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી આશ્રમ નજીક ટ્રકમાંથી અધધ 38 લાખનો શરાબ ઝડપી લીધો હતો બીજી બાજુ સ્ટેટ મોનેટરીંગ સેલના ધામા વચ્ચે શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક ટેન્કરમાંથી 19.40 લાખના વિદેશી દારૂ સાથે બુટલેગરને દબોચી લીધો હતો

Advertisement

Advertisement

પ્રાપ્ત માહિતી અનુસાર,અમદાવાદ-ઉદેપુર નેશનલ હાઇવે નં-8 પર આવેલી રતનપુર ચેકપોસ્ટ પરથી પરપ્રાંતીય બુટલેગરો ટ્રક મારફતે વિદેશી દારૂ ઠાલવી રહ્યા હોવાની બાતમી સ્ટેટ મોનેટરીંગ સેલને મળતા બે દિવસથી હાઇવે પર ધામા નાખ્યા હતા સ્ટેટ મોનેટરીંગ સેલે શામળાજી આશ્રમ ચાર રસ્તા પરથી વિદેશી દારૂ ભરી પસાર થતા ટ્રકને અટકાવી તલાસી લેતા ટ્રકમાં મોટી માત્રામાં વિદેશી દારૂ ભરેલી પેટીઓ મળી આવતા ચોંકી ઉઠી હતી સ્ટેટ મોનેટરીંગ સેલે ટ્રકમાંથી રૂ.38.40 લાખનો વિદેશી દારૂ સહીત 48.40 લાખથી વધુના મુદ્દામાલ સાથે ટ્રક ચાલકને દબોચી લીધો હતો

Advertisement

Advertisement

સ્ટેટ મોનેટરીંગ સેલે ટ્રક માંથી મોટી માત્રામાં વિદેશી દારૂની ખેપનો પર્દાફાશ કરતા શામળાજી પોલીસની કામગીરી સામે અનેક સવાલ પેદા થયા છે શામળાજી પોલીસ સ્ટેશનમાં સ્ટેટ મોનેટરીંગ સેલે ફરિયાદ નોંધાવવા તજવીજ હાથધરી હોવાની માહિતી પ્રાપ્ત થઇ હતી

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!