વીજળીમાંથી પૈસા મોદી જ પેદા કરી શકે
જંગી જનમેદનીમાં ઉત્સાહનો અભાવ જોવા મળ્યો હતો
વડપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉત્તર ગુજરાતમાં સો ટકા કમળ ખીલવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો
ગુજરાતમાં છેલ્લા 27 વર્ષથી ભાજપનો દબદબો છે ચૂંટણીમાં મોદી મેજીક પણ અરવલ્લી જીલ્લામાં નિષ્ફ્ળ રહેતા સતત બે ટર્મથી ત્રણે બેઠકો પર કોંગ્રેસનો ગઢ રહી હતી ભાજપે ગત વિધાનસભા ની ચૂંટણીમાં કોંગ્રેસને ફાળે ગયેલી બેઠકો કબ્જે કરવા વિશેષ ધ્યાન આપી રહ્યું છે ઉત્તર ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો કરવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચૂંટણી પ્રચારની કમાન સંભાળવાની સાથે સ્ટાર પ્રચારકોની ફોજ ઉતારી દીધી છે અરવલ્લી જીલ્લાની ત્રણે બેઠકો પર કમળ ખીલાવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જંગી સભાને સંબોધન કર્યું હતું
મોડાસા શહેર નજીક આવેલા મોદી મેદાનમાં ગુરુવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સભાને સંબોધી હતી જેમાં ચૂંટણી પ્રચાર માટે નથી આવ્યો તમે જીતાડવાના જ છો હું તો ફક્ત આશીર્વાદ લેવા આવ્યો છું જણાવી ચૂંટણી પ્રચાર ચાલુ કર્યો હતો જેમાં મોદી સરકારની વિવિધ યોજનાઓના લાભ જણાવી અરવલ્લી-સાબરકાંઠાના દૂધથી દિલ્હીની સવાર થતી હતી હવે શાકભાજી થી ભોજનની શરૂઆત થાય છે મોડાસા હિંમતનગર, પ્રાંતિજમાં અગાઉ થતા હુલ્લડોનો ઉલ્લેખ કરી છેલ્લા 27 વર્ષથી શાંતિ અને સલામતી અને બહેન દીકરીઓ શાંતિથી ફરી શકે છે તે ભાજપ શાસનની આભારી છે.
અગાઉની સરકાર પર ચાબખા મારતા જણાવ્યું હતું કે અરવલ્લીના ખેડૂતોએ વીજળી માંગવા જતા ગોળીથી વીંધાવું પડ્યું હતું રેલવે સુવિધાથી વંચિત પણ રાખવામાં આવ્યા હતા હવે રેલવે સુવિધા ટૂંક સમયમાં મળશે તેમજ જીલ્લાનો વિકાસ કરવો હોય તો કમળ સિવાય કોઈ વિકલ્પ નથી નો આડકતરો ઈશારો કર્યો હતો પાડોશી રાજ્ય રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર હોવાથી કોઈ સારા સમાચાર સાંભળ્યા તેવી ટકોર કરી હતી વર્ષ-2047-ગુજરાત દુનિયાનું સર્વશ્રેષ્ઠ વિકાસ શીલ રાજ્ય બનાવવા માટે ભાજપને જંગી બહુમતી થી જીતાડવા આહવાન કર્યું હતું
કોંગ્રેસ એટલે સત્તા સિહાંસન અને ભોગવટો અને એક બીજાના ટાંટીયા ખેંચવાના બાંટો અને રાજ કરોની રાજનીતિ કરી રહ્યું છે જાતિવાદ અને ભત્રીજા વાદથી દેશમાં ખટરાગ, ભાષાના નામે ભાગલા પાડી રહ્યું છે જયારે ભાજપ એક ભારત શ્રેષ્ઠ ભારત સાથે આગળ વધી રહ્યું છે છેલ્લે જંગી જનમેદનીમાં નીર ઉત્સાહ જોવા મળતા મારુ એક કામ કરશો બે ત્રણ વાર બોલી ઉત્સાહ પ્રેરી ગામમાં અને ઘરમાં રહેલા વડીલોને કહેજો કે આપણા નરેન્દ્ર મોદી મોડાસા આવ્યા હતા અને તમને પ્રણામ પાઠવ્યા છે જંગી મતદાન કરવા અપીલ કરી હતી