38 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત સાબરકાંઠામાં પીએમ મોદીએ રાજાકાકાને યાદ કર્યા હતા, પણ અરવલ્લીના આંગણે જ ભૂલી...

સાબરકાંઠામાં પીએમ મોદીએ રાજાકાકાને યાદ કર્યા હતા, પણ અરવલ્લીના આંગણે જ ભૂલી ગયા, રાજકીય ચર્ચાએ જોર પકડ્યું

0
298

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીને લઇને ભારતીય જનતા પાર્ટીએ દિગ્ગજ નેતાઓને મેદાને ઉતાર્યા છે, ત્યારે ઉત્તર ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ વિજય સંકલ્પ રેલી યોજી પ્રચાર-પ્રસાર તેજ કર્યો છે. અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રેલીને સંબોધિત કરી હતી, જેમાં કેન્દ્રની અને રાજ્યની ભાજપ સરકારે કરેલા વિકાસના કાર્યોની ગાથા રજૂ કરી હતી, જોકે પીએમ મોદીના ખાસ ગણાતા અને મોડાસા આવે ત્યારે રાજાકાકાને મળવાનું ચુકતા નહીં, પણ આજે રાજાકાકાને પીએમ મોદીએ દુ:ખી કર્યા છે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને મળવા માટે રાજાકાકા સવારના 10 વાગ્યાના સભાસ્થળે પહોંચી ગયા હતા જોકે રાજાકાકાને ભૂલી જતાં રાજકીય ચર્ચાઓએ જોર પકડ્યું છે. ભારતીય જનતા પાર્ટીમાં હવે આંતરિક ડખો વધી ગયો હોય તેવું પણ સ્પષ્ટ લાગ છે. પ્રાપ્ત માહિતી મુજબ કેટલાક નેતાઓએ રાજાકાકાનું નામ પીએમ મોદી સુધી જ ન પહોંચાડ્યું, જેથી રાજાકાકાને પીએમ મોદી યાદ કરી શક્યા નહોતી. વિધાનસભાની ચૂંટણીને લઇને પોતાની લીટી મોટી કરવા અન્યની લીટી નાની કરવાનો દોર શરૂ થયો હોય તેવી પણ ચર્ચાઓએ જોર પકડ્યું છે. પણ પીએમ મોદીને તો ખ્યાલ જ છે કે, કોણ શું છે અને કોણે કેટલું યોગદાન આપ્યું છે.
પીએમ મોદી જ્યારે સાબરકાંઠા આવ્યા હતા ત્યારે સ્થાનિક સંગઠને સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના વડીલોને યાદ કર્યા હતા, જોકે અરવલ્લી જિલ્લામાં આવ્યા પણ પીએમ સુધી જિલ્લાના વીડોલાના નામ ન પહોંચી શક્યા જેનું દુ:ખ છે. હવે આવા વડીલોને યાદ કરવામાં સ્થાનિક સંગઠને કંઈક કર્યું હોત તો લોકોમાં સારી છાપ ઊભી થતીં.
વડીલોને કારણે જ ભાજપ અહીં સુધી પહોંચી છે ત્યારે આજના નેતાઓ આવા વડીલોને ભૂલી જતાં હોય છે. આવા વડીલોને ભાજપે ભૂલી ન જવા જોઈએ.
આ પહેલા 28 જુલાઈ 2022 ના રોજ સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર ખાતે સાબરડેરી ખાતે પ્લાન્ટના ઉદ્ધાટન પ્રસંગે પીએમ મોદી રાજાકાકાને યાદ કર્યા હતા, તો આ પહેલા વર્ષ 2017માં મોડાસા ખાતે વિકાસલક્ષી યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમમાં પીએમ મોદી આવ્યા હતા ત્યારે પણ રાજાકાકા અને તેમની દીકરી વનીતાબહેનને યાદ કર્યા હતા, જેને લઇને કેટલાક નેતાઓને ખાટી પણ લાગી હોવાની ચર્ચાઓએ જોર પકડ્યું હતું., સાંભળો પીએમ મોદીએ શું કહ્યું હતું,,,

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!