ગોધરાથી Mera Gujarat desk નો ગ્રાઉન્ડ રિપોર્ટ
પંચમહાલ જીલ્લામાં પાંચ વિધાનસભા બેઠકો આવેલી છે.જેમા શહેરા,ગોધરા,મોરવા હડફ, કાલોલ,હાલોલ બેઠકનો સમાવેશ થાય છે.પાછલા દાયકાથી બેઠકો પર મતદારોએ કોંગ્રેસ-ભાજપ તેમજ અન્ય પક્ષોને પણ જીતાડ્યા છે,પંચમહાલની પાંચ બેઠકો પર ભાજપનુ શાસન છે. પાંચ વિધાનસભા પૈકી શહેરા વિધાનસભા એક સમયે 1962થી જ્યારથી અસ્તિત્વમાં આવી ત્યારથી કોંગ્રેસનુ શાસન રહ્યુ છે.પાછલા 2 દાયકાથી જ ભાજપના ઉમેદવાર સતત જીતતા આવે છે. બારિયા ક્ષત્રિયના સમાજના એક લાખથી વધુ મતદારો ધરાવતી આ બેઠક વચ્ચે આ વખતે કોંગ્રેસ અને ભાજપ વચ્ચે સીધો જંગ જામવાનો છે.શહેરા બેઠક પર છ વખત કોગ્રેસના ઉમેદવાર જીત્યા છે. અને પાંચ વખત ભાજપના ઉમેદવાર જીત્યા છે.ત્યારે 2022ની આ વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરીને મતદારો વિજયનો કળશ કોના પણ ઢોળે છે. તે પરિણામના દિવસે ખબર પડશે.
1962થી કોગ્રેસની વિજય પતાકાથી 2017માં ભાજપની લહેર સુધી
પંચમહાલ જીલ્લામાં આવેલી પાંચ વિધાનસભા પૈકી એવી શહેરા વિધાનસભા બેઠક પર પહેલી ચુટણી 1962માં યોજાઈ હતી.જેમા કોંગ્રેસનો વિજય થયો.જેમા કોગ્રેસના ઉમેદવાર પર્વતસિંહ ગમીરસિંહ પરમાર 16696 વોટ મળતા તેઓ વિજેતા બન્યા બન્યા હતા.1967માં કોગ્રેસના ઉમેદવાર પી.જી.પરમારનો 15701 મતથી વિજય થયો હતો. 1972માં પ્રતાપભાઈ હિરાભાઈ પટેલનો 20727 મતથી વિજય થયો હતો.1975માં પરમાર દલાભાઇ રાયજી ભાઈ 10,041 મતથી વિજય બન્યા હતા.1980માં પર્વતભાઈ ગમીરભાઈ 8533 મતથી વિજેતા બન્યા હતા.1985માં જસવંતસિહ મનસુખભાઈ પરમાર 17126 મતથી વિજેતા બન્યા હતા.1990માં જસવંતસિહ મનસુખભાઈ પરમાર 26.320 મતથી વિજેતા બન્યા હતા.1995માં ચૌહાણ સોમસિંહ વજેસિંહ 51186 મતથી વિજેતા બન્યા હતા.1998માં સમાજવાદી પાર્ટીમાંથી જેઠાભાઈ ઘેલાભાઈ ભરવાડ 41998 મતથી વિજેતા જાહેર થયા હતા.ત્યારબાદ જેઠાભાઈ ભરવાડ ભાજપમાં જોડાઈ ગયા હતા.ત્યારબાદ અનુક્રમે 2002,2007,2012,2017માં ભાજપ માથી જેઠાભાઈ ભરવાડ સતત જીતતા આવ્યા છે. અને 2022માં પણ ભાજપે ફરી તેમને મેદાને ઉતાર્યા છે.આમ શહેરા બેઠકનો ઈતિહાસ જોવામા આવે તો કોગ્રેસે વધારે શાસન કર્યુ છે.જ્યારે ભાજપ ચાર ટર્મથી જીતતી આવે છે.
શહેરા વિધાનસભાબેઠકનું જાતિવાદી ગણિત
પંચમહાલ વિધાનસભા બેઠકનું જાતિવાદી ગણિત જોવામા આવે છે.શહેરાનગર અને ગ્રામીણ વિસ્તારમા તમામ સમાજમાં મતદારો રહે છે.પણ ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમા બારિયા ક્ષત્રિય સમાજના મતદારોનુ પ્રભુત્વ વધારે છે.સાથે દલિત,આદિવાસી,મુસ્લિમ સહિતના તમામ સમાજોના મતદારો અહી છે.અહિ વધારે જોવામા આવે તો બારિયા ક્ષત્રિય સમાજના એક લાખથી વધુ મતદારો છે.જેના લઈ ભાજપમાથી 2017માં આ સમાજ દ્વારા ટીકીટ માંગવામા આવી હતી. પણ આપવામા આવી નહોતી.2022માં પણ ભાજપ પાસે ક્ષત્રિય આગેવાનો દ્વારા ક્ષત્રિય ઉમેદવારને ટીકીટની માંગણી ફરી કરવામા આવી હતી. પણ ભાજપે અહિ રીપીટ થીયરી અપનાવી છે,જ્યારે આ બાજુ કોગ્રેસ ક્ષત્રિય મતો મેળવીને આ બેઠક મેળવા માટે ક્ષત્રિય ઉમેદવારની પસંદગી કરતુ આવ્યુ છે.આ વખતેની ચુટણીમાં પણ કોંગ્રેસ ભાજપ છોડી કોગ્રેસમાં આવેલા ક્ષત્રિય સમાજના આગેવાન ખાતુભાઈ પગીને ટીકીટ આપી છે.
શહેરા વિધાનસભાની સમસ્યાઓ અને પ્રશ્નો
વિધાનસભા વિધાનસભા વિસ્તારોમા કોઈને કોઈ સમસ્યા કે પ્રશ્નો રહેતા હોય પછી ભલે સાશકપક્ષ વિકાસની વાતો કરતુ હોય આ મામલે અમે કોગ્રેસના સ્થાનિક નેતાઓ જણાવે છે. કે અહી રોજગારીનો મોટો પ્રશ્ન છે. શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારમા મોટાભાગનો વર્ગ કડીયાકામ મજુરી કામ સાથે જોડાયેલો છે.ઘણા લોકોને અમદાવાદ,વડોદરા,સુરત જેવા શહેરોમા રોજગારી માટે સ્થાઈ થઈ ગયો છે. શહેરામાં કોઈ જીઆઈડીસી નથી.તેમને કામકાજ માટે હાલોલ કાલોલ,સુધી રોજગારી માટે લંબાવુ પડે છે. શહેરાના તાલુકાના પુર્વ વિસ્તારમાં પિયતની સમસ્યા છે,અહી ગ્રામીણ વિસ્તારમા રહેતા ખેડુતોને વરસાદ પર આધાર રાખવો પડે છે.ગ્રામીણ લોકોને રોજગારી પુરી પાડતી મનરેગા યોજનાનો લાભ ગ્રામીણ વર્ગને મળતો નથી હોવાની પણ બુમો ઉઠવા પામી છે.ખેડુતોની જીવાદોરી ગણાતી પાનમહાઈલેવલ કેનાલની આસપાસ ઝાડીઝાંખરા તેમા નાખવામા આવતો કચરો, સાથે કેનાલની આસપાસ ઘણી જગ્યાએ રેલીગં લગાવાની જરુરી છે.જ્યારે શાસક પક્ષના સ્થાનિક નેતાઓ જણાવે છે શહેરા વિધાનસભા વિસ્તારમાં રોડ રસ્તા,પીવાના પાણીની સમસ્યાઓ દુર કરી છે.આવાસ યોજના અને મનરેગા યોજનામા પણ લોકોને લાભ આપવામા આવ્યા છે.નલ સે જલ યોજના થકી લોકોના ઘર સુધી પાણીની સુવિધા આપવામા આવી છે.ખેતીના પાકો માટે પીયત માટે પણ વિવિધ યોજનાઓ પણ આકાર લઈ છે તેમ જણાવામા આવ્યુ છે.
2017ની વિધાનસભાની ચુંટણીનુ પરિણામ
શહેરા વિધાનસભા બેઠક ભાજપનો ગઢ માનવામા આવે છે.અહીના જીલ્લા પંચાયત,તાલુકા પંચાયત અને નગરપાલિકાના ચુટણી પરિણામો જોવામા આવે તો ભાજપ સૌથી વધારે સીટો સાથે જીતી છે,શહેરા તાલુકા પંચાયતમાં અને નગરપાલિકા પણ ભાજપનુ શાસન છે.જેના કારણે તેની સીધી અસર વિધાનસભા બેઠકના મતદાન પર જોવા મળે છે.શહેરા વિધાનસભા બેઠક 2017ના ચૂંટણીચિત્ર પર નજર કરવામા આવે તો ગત વખતે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ હતો.જેમા ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડ અને કોંગ્રેસના દુષ્યતસિંહ ચૌહાણ વચ્ચે સીધો જંગ હતો. જેમા ભાજપના ઉમેદવાર જેઠાભાઈ ભરવાડને 1,0,0383 મત મળ્યા હતા. અને 41,069ની લીડથી ભવ્ય વિજય થયો હતો .કોંગ્રેસના ઉમેદવાર દુષ્યતંસિંહ ચૌહાણને 59.134 મત મળ્યા હતા.શિવસેનાના ઉમેદવાર લાલાભાઈ ગઢવીને 2268 મત,બીએસપીના ઉમેદવાર પ્રફુલચંદ્ર પુજાભાઈ વણકરને 1493 મત મળ્યા હતા. અને નોટામાં 5101 મત પડ્યા હતા.આમ ભાજપનો મોટી લીડથી ભવ્ય વિજય થયો હતો. આ વખતે બારિયા ક્ષત્રિય સમાજના મતદારો કોગ્રેંસ-ભાજપને જીતના નિર્ણાયક બનાવશે.આમ પાછલી વિધાનસભાની ચુટણીઓ કરતા આ વખતેની ભારે રસાકસી વાળી બની રહેવાની છે.