37 C
Ahmedabad
Tuesday, April 23, 2024

સુરતમાં આપ-ભાજપ આમને-સામને, ગોપાલ ઈટાલિયાનો સવાલ, “નાના બાળકને પથ્થર મારીને ચુંટણી જીતી જશો?”


વિધાનસભાની ચૂંટણી જેમ-જેમ નજીક આવી રહી છે તેમ-તેમ રાજકીય ગરમાવો આવી જતો હોય છે અને તેની શરૂઆત થઇ ચુકી હોય તેવું લાગે છે. આ વખતે આમ આદમી પાર્ટી મેદાને છે ત્યારે ચૂંટણીનો જંગ માત્ર ભાજપ-કોંગ્રેસ વચ્ચે હોય તેવું પણ લાગી રહ્યું છે. સુરતમાં ગોપાલ ઈટાલિયાની સભા હતી ત્યારે ભાજપ અને આપ ના કાર્યકરો આમને સામને આવી જતાં મામલો ગરમાયો હતો.

Advertisement

Advertisement

સુરતમાં છેલ્લા કેટલાક સમયથી ચૂંટણી લોહિયાળ બનતી જોવા મળી રહી છે. થોડા જ દિવસો પહેલા ભાજપ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો સામ સામે આવી જતા લોહીયાળ મારામારી થઈ હતી. બેનર લગાવવાની વાત હોય કે પ્રચારની, સભામાં વધુ ભીડ લાવવાની વાત હોય કે ડિઝિટલ પ્રચારની બંને પાર્ટીઓ અહીં સામ સામે ભરપૂર લડત આપી રહી છે. જોકે ચૂંટણી જ્યાં સુધી શાંતિપ્રિય રીતે પુરી થાય તે વધુ મહત્વનું છે. ત્યારે સુરતમાં આમ આદમી પાર્ટીની સભા વખતે પથ્થરમારો થતા એક નાનકડા બાળકને ઈજા થઈ હતી. તુરંત ગોપાલ ઈટાલિયાએ તેને રુમાલ દાબી દીધો હતો અને સભામાં જવાબ આપતા કહ્યું હતું કે, 27 વર્ષ કામ કર્યું હોત તો આવા પથ્થરો ના મારવા પડ્યા હોત. શાંતિથી ચૂંટણી પ્રચાર કરો, તમે તમારી વાત કરો અમે અમારી કરીશું, પણ પથ્થર ન મારશો કોઈને ગંભીર ઈજા થઈ જાય.

Advertisement

Advertisement

 

Advertisement

 

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!