મિહિર જયસ્વાલ ( એનવાયવી ) દ્વારા આમરોલી ગામ ની માધ્યમિક શાળા માં બંધારણ દિવસ ની ઉજવણી કરવામાં આવી હતી જેમાં કાર્યક્રમ ની શરૂઆત બંધારણ ના ઘડવૈયા ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર ના ફોટો પર ફૂલહાર ચઢાવીને અને દીવ પ્રગટાવીને શરૂઆત કરવામાં આવી હતી.
મિહિર જયસ્વાલ દ્વારા બંધારણ વિશે સંપૂર્ણ જ્ઞાન વિદ્યાર્થીઓ ને આપવામાં આવ્યું હતું જેમાં બંધારણ કાયદો ઘડાયો અમલ થયો અને આપના જીવન માં મૂળભૂત અધિકારો અને મૂળભૂત ફરજો વિશે વિદ્યાર્થીઓને જ્ઞાન આપવામાં આવ્યું હતું અને ભવિષ્ય માં બાંધરણ નું પાલન કરીને આપણે આપણા દેશ પ્રત્યે પોતાના હક્કો, અધિકારો ફરજ વિશે બાળકો માં જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું. શાળા ના શિક્ષક શ્રી સજ્જન ભાઈ રાઠવા દ્વારા પણ બાળકો ને બંધારણ પ્રત્યે જાગૃતિ લાવવાનું કાર્ય કરવામાં આવ્યું હતું.
અલ્કેશ તડવી, રીપોટર, નસવાડી છોટાઉદેપુર