34 C
Ahmedabad
Sunday, May 19, 2024

“અમારું વાહન કેમ ચેક કરો છો” કહી મેઘરજની કાલીયકુવા બોર્ડર પર ત્રણ સુરક્ષાકર્મીઓ પર ટોળાએ ઘાતક હુમલો કરતા ચકચાર


ગુજરાતમાં પોલીસ જ સુરક્ષિત નથી તો સામાન્ય માણસની શું વાત કરવી તેમ પોલીસ પર હુમલો કરવાની ઘટનાઓ સતત બની રહી છે ગુજરાતમાં ખાખી વર્દીનો ખોફ ધીરેધીરે ઓસરી રહ્યો હોય તેમ સતત પોલીસકર્મીઓ પર અસામાજિક તત્વો હુમલો કરી રહ્યા છે અરવલ્લી જીલ્લાની રાજસ્થાન રાજ્યને અડીને આવેલ આંતરરાજ્ય સરહદ કાલીયકુવા પર ફરજ બજાવતા મેઘરજ પોલીસ સ્ટેશનના ત્રણ સુરક્ષા જવાનો પર અમારા વાહનો કેમ ચેકીંગ કરો છો તેમ જણાવી ટોળાએ ધારિયું,પાઇપ અને લાકડીઓ વડે ઘાતક હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ પ્રવર્તી રહ્યો છે ટોળાએ હુમલો કરતા સુરક્ષા જવાનો ઈજાગ્રસ્ત થતા સારવાર અર્થે દવાખાને ખસેડાયા હતા મેઘરજ પોલીસે ૧૩ શખ્સો સામે મારામારી અને એટ્રોસિટી એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Advertisement

Advertisement

ધુળેટીના દિવસે કાલીયાકુવા બોર્ડર પર મેઘરજ પોલીસ સ્ટેશનના પોલીસકર્મી હિતેન્દ્ર મેહરીયા બે ગ્રામ રક્ષક દળના જવાનો સાથે ફરજ દરમિયાન વાહનોનું ચેકીંગ હાથધર્યું હતું રાજસ્થાન તરફથી બાઈક પર આવતા કાલીયાકુવાના મુકેશ કેશા ડામોર અને મહેશ ખેમા ડામોર નામના શખ્સોએ તમને કોને વાહનો ચેક કરવા કહ્યું છે અને કેમ તમે વાહનો ચેક કરો છો કહી જાતિ વિષયક અપશબ્દો બોલી ગાળાગાળી કરી જતા રહ્યા પછી થોડીવારમાં બાઈકો લઈ ૧૩ શખ્સો મારક હથિયારો સાથે ધસી આવી પોલીસ જવાન અને સુરક્ષાકર્મીઓ પર તૂટી પડ્યા હતા મહેશ ખેમા ડામોરે જી.આર.ડી મંગાભાઇ રત્નાભાઇ ડામોરના માથાના ભાગે ઘા ઝીંકી દેતા નીચે ફસડાઈ પડતા પોલીસ જવાન બચાવવા વચ્ચે પડતા
શૈલેષ કેશા ડામોરે લોખંડની પાઇપ માથાના પાછળના ભાગે મારી દઈ ગડદાપાટુનો માર મારી ફરાર થઇ જતા પોલીસે મેઘરજ પોલીસને જાણ કરતા તાબડતોડ ઘટનાસ્થળે પહોંચી ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડી ૧૩ શખ્સો સામે ફરિયાદ નોંધી ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યા હતા

Advertisement

પોલીસ પર હુમલો કરનાર આરોપીઓના નામ વાંચો

Advertisement
  1. મુકેશ કેશા ડામોર
  2. મહેશ ખેમા ડામોર
  3. શૈલેષ કેશા ડામોર
  4. કેશા જવા ડામોર
  5. રમેશ અમરા ડામોર
  6. નવા અમરા ડામોર
  7. નરસિંહ હર્ષદ ડામોર
  8. હિતેશ હર્ષદ ડામોર
  9. ભાથી હજુર ડામોર
  10. કાળુ હજુરભાઇ ડામોર
  11. સુરમા શના ડામોર
  12. લાલા સોમા ડામોર
  13. રાજેશ ચંદુ ડામોર (તમામ રહે, કાલીયાકુવા-મેઘરજ, જીલ્લો અરવલ્લી)

Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!