અરવલ્લી જિલ્લાના મોડાસાના હજીરા વિસ્તારમાં ચોખા ભરેલી શંકાસ્પદ ટ્રકને પુરવઠા વિભાગે સીઝ કરી તપાસ હાથ ધરી છે. સોમવાર મોડી રાત્રી પુરવઠા વિભાગની ટીમને મળેલી જાણકારીને લઇને પુરવઠાના અધિકારીઓ હજીરા વિસ્તારમાં આવી પહોંચ્યા હતા, ઘટનાસ્થળે પહોંચીને ટ્રકમાં રહેલા ચોખાના કટ્ટાની તપાસ કરી હતી અને ટ્રકને સીઝ કરીને પુરવઠાનો જથ્થો સરકારી છે કે ખાનગી જે દિશામાં તપાસનો ધમધમાટ તેજ કરી દીધો છે.
સોમવાર મોડી રાત્રે માલપુર થી અનાજનો જથ્થો ભરીને એક ટ્રક મોડાસા આવી પહોંચી હતી, જેમાં શંકાસ્પદ સરકારી અનાજનો જથ્થો હોવાની બાતમીના આધારે પુરવઠાની ટીમ દ્વારા તપાસ કરવામાં આવી હતી, ટ્રકમાં તપાસ કરતા ટ્રકમાં રહેલા કટ્ટા પર ભારત સરકાર કે સૌજન્ય સે લખેલા કટ્ટા મળી આવ્યા હતા, જે તપાસ કરતા જ ટ્રકને હાલ પુરતી સીઝ કરી દેવાઈ છે. માલપુરથી ચોખાનો જથ્થો ભરેલ ટ્રક મોડાસા થઈને હિંમતનગર તરફ જવાનો હતો જોકે આ પહેલા પુરવઠાની ટીમ દ્વારા ટ્રકને તપાસ કરતા શંકાસ્પદ લાગતા ટ્રકને સીઝ કરીને પ્રાથમિક તપાસ હાથ ધરી છે.
ટ્રકમાં રહેલા જથ્થો સરકારી છે કે નહીં તે દિશામાં પુરવઠા વિભાગે તપાસ તેજ કરી છે, જોકે હજુ સુધી ટ્રક ચાલક ન આવ્યો હોવાની માહિતી મળી છે, જેને લઇને તપાસ જૈસે સ્થે હોવાની વિગતો મળી છે. હવે પુરવઠા વિભાગ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું. હાલ તો ટ્રકમાં રહેલા ચોખાના કટ્ટા પર ભારત સરકાર કે સૌજન્ય સે આવું લખેલા લખાણથી અનેક સવાલો ઊઠી રહ્યા છે, આ જથ્થો સરકારી છે કે શું..?