39 C
Ahmedabad
Thursday, April 18, 2024

નિષ્ઠુર વાલી: મોડાસાના સાર્વજનિક હોસ્પિટલ નજીકથી નવજાત શિશુ મળી આવ્યું, વાલીની શોધખોળ શરૂ


નવજાત બાળકોના મળી આવવાની ઘટનાઓ ઘણીવાર સામે આવતી હોય છે ત્યારે અરવલ્લી જિલ્લામાં નવજાત શિશુ મળી આવવાની ઘટના સામે આવતા માનવતા મરી પરવારી હોય તેવું લાગે છે. મોડાસાના સાર્વજનિક હોસ્પિટલ નજીક સબલપુર જવાના માર્ગ પરથી બે થી ત્રણ દિવસનું નવજાત શિશુ મળી આવ્યું છે.

Advertisement

Advertisement

કહેવાય છે કે, બાળકો અને તેમાંય નવજાત બાળકોમાં ઈશ્વરનું પ્રતિબિંબ હોય છે પણ આવા પ્રતિબિંબની પણ આજે કોઈ જ પરવા ન કરતું હોય તેવો માનવતાના ગાલ પર તમાચો મારે તેવી ઘટનાથી રૂંવાડા ઊભા કરી દે તેવી ઘટના સામે આવી છે. હાલ કડકડતી ઠંડીમાં જુવાનીયાઓ પણ ગરમ વસ્ત્રો પહેરીને નિકળતા હોય છે ત્યારે આવામાં એક નવજાત શિશુને તરછોડી દેવાની ઘટના સામે આવી છે. કડકતી ઠંડીમાં કપડા વિનાના નવજાત શિશુને કોઈ તરછોડી જતાં એક રિક્ષા ચાલકે તાત્કાલિક સાર્વજિક હોસ્પિટલ પહોંચાડી માનવતાની મહેક ફેલાવી છે. અજાણ્યો રિક્ષા ચાલક સાર્વજનિક રોડ નજીકથી પસાર થઈ રહ્યો હતો તે સમય દરમિયા સબલપુર જવાના માર્ગ પર શિશુના રડવાનો અવાજ આવતો હતો, જેને લઇને રિક્ષા ચાલકે તાત્કાલિક શિશુને હાથમાં લીધુ અને નજીકમાં આવેલી સાર્વજનિક હોસ્પિટલમાં પહોંચાડી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડ્યું છે.

Advertisement

Advertisement

અવવારૂ જગ્યામાંથી મળી આવેલ નવજાત શિશુને સાર્વજનિક હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપવામાં આવી છે જ્યાં બાળક સ્વસ્થ હોવાનું હોસ્પિટલના કર્મચારીઓ જણાવ્યું હતું. ઘટનાની જાણ થતાં પોલિસનો કાફલો હોસ્પિટલ પહોંચી ગયો હતો, જ્યાં બાળકના વાલીની શોધખોળ કરવાની દિશામાં તપાસ હાથ ધરી છે.

Advertisement

Advertisement

કડકતી ઠંડીમાં મોટેરાઓ ગરમ કપડાં વિના રહી શકતા નથી ત્યાંતો કઠોર હ્રદયના માતા-પિતાએ ફૂલ જેવા શિશુને અવવારૂ જગ્યાએ અને તે પણ નદી કિનારા વિસ્તારમાં છોડી જતાં સહેજ પણ વિચાર ન આવ્યો તે એક સવાલ છે. હવે આ સમગ્ર ઘટનાને લઇને પોલિસ કઈ દિશામાં તપાસ કરે છે તે જોવું રહ્યું.

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!