36 C
Ahmedabad
Friday, March 29, 2024

BJP પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની મોડાસા કમલમમાં ગુપ્ત બેઠક : મીડિયા મોહ.!!10 માઈક હોય તો બાઈટ આપુંનું તુમાખીભર્યું વર્તન


પત્રકારોને બાઈટ માટે બોલાવ્યા પત્રકારો જગદીશ ઠાકોરના કવરેજમાં બાયડ હોવાનું કાર્યકરે જણાવતા પાટીલ ભડક્યા
કમલમ માંથી પત્રકારોને કવેરજ માટે બોલાવ્યા પછી પાટીલે બાઈટ ન આપતા સ્થાનિક નેતાઓ ભોંઠા પડ્યા
ખડગેએ કરેલ રાવણના નિવેદન પર આપવાનું હતું બાઈટ પણ તેમનું અભિમાનજ રાવણ જેવું સાબિત થયું દસ માઈક હોય તો બાઈટ આપું

Advertisement

ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ તરીકે સી.આર.પાટીલની નિમણુંક થયા પછી કોરોના જેવી મહામારીમાં પણ ગુજરાતમાં જોરશોરથી જોખમી પ્રવાસ ખેડ્યો હતો અને 150થી વધુ બેઠક પર ભાજપ વિજય પ્રાપ્ત કરશે તેવા બણગા ફુંકાતા હતા વિધાનસભાની ચૂંટણી જાહેર થતા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહના ખાનગી સર્વેમાં ગુજરાતમાં ભાજપની વાસ્તવિક સ્થિતિ જુદી હોવાનો રિપોર્ટ મળતા આખરે ચૂંટણીના યુદ્ધ મેદાનમાં વડપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહએ ધુરા સાંભળી લીધી હતી અને રાજ્યમાં ભાજપ સરકાર બનાવે તે માટે સતત ગુજરાતમાં સભા સંબોધવાની સાથે સંગઠન મજબૂત કરવા પ્રયત્નો હાથધર્યા છે પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલને ગુજરાતના દરેક જીલ્લામાં મોકલી સ્થિતિનો તાગ મેળવવા આદેશ કરતા જીલ્લા પ્રવાસ કરી રહ્યા છે

Advertisement

ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022માં ભાજપ જીતવા માટે કોઈ કચાશ રાખવા બાકી રાખવા માગતુ ન હોય તેમ જોરશોરથી પ્રચાર કરી રહ્યુ છે. તો ગ્રાઉન્ડ લેવલે શું સ્થિતિ છે તેનો તાગ મેળવવાનો પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલને ઉચ્ચ કક્ષાએથી આદેશ થતા જીલ્લા પ્રવાસ ખેડી રહ્યા છે જે અંતર્ગત તેમણે મોડાસા કમલમમાં જીલ્લા ભાજપના હોદ્દેદારો સાથે બેઠક યોજી હતી.

Advertisement

મોડાસા કમલમ કાર્યલયમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે જીલ્લા ભાજપ પ્રમુખ રાજેન્દ્ર પટેલ, પ્રભારી જયશ્રીબેન દેસાઈ અને મહામંત્રી ભીખાજી ડામોર અને ભાવસાર સાથે બેઠક યોજી તાગ મેળવ્યો હતો સી.આર.પાટીલે જીલ્લાની મુલાકાતે આવ્યા હોવાની લોકોને જાણ થાય તે માટે પત્રકાર મિત્રોને જાણ કરવાનું કહેતા સંગઠન તરફથી પત્રકારોનો સંપર્ક કરતા મોટા ભાગના પત્રકારો બાયડ ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની રેલીમાં હોવાથી માંડ માંડ બે કે ત્રણ પત્રકારો કમલમ ખાતે પહોંચ્યા હતા પત્રકારોને બાઈટ માટે સંગઠન દ્વારા કહેવાતા એક માઈક જોઈ પાટીલ ભડક્યા હોય તેમ દસ માઈક હોય તો જ બાઈટ આપું કહેતા કવરેજ કરવા ગયેલ પત્રકારો સમસમી ઉઠ્યા હતા પ્રદેશ પ્રમુખના તુમાખી ભર્યા વર્તનથી સ્થાનિક નેતાઓને નીચા જોવા જેવી સ્થિતિ સર્જાઈ હતી

Advertisement

મોડાસા કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ગુપ્ત બેઠકમાં પત્રકારો કવરેજ કરવા પહોંચતા કમલમમાં ઉપસ્થિત કાર્યકરો પણ ચોંકી ઉઠ્યા હતા ગુપ્ત બેઠકની પત્રકારોને ગંધ ક્યાંથી આવી ત્યારે હોદ્દેદારોમાં ગુપસુપ ચર્ચા ચાલતી હતી કે કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકા અર્જુન ખડગેએ વડાપ્રધાન નરેન્દ્દ મોદીને રાવણના અભિમાન સાથે સરખાવતા તેની પ્રતિકાર રૂપે પાટીલને બાઈટ આપવાની હોવાથી પત્રકારોને નિમંત્રણ આપ્યું છે પરંતુ બે ત્રણ પત્રકારો અને એક જ માઈક હોવાથી તેમનું અભિમાન ડોકાયું હતું અને પત્રકારોન ઉપસ્થિતિમાં એક માઈકમાં તો બાઈટ ના આપું કહી દસથી વધુ માઈક જોઈએ જણાવી તેમના રાવણ જેવા અભિમાન છતું કરતા પત્રકારોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો

Advertisement
Advertisement

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisement -
- Advertisement -

વિડીયો

- Advertisement -
error: Content is protected !!