32.7 C
Gujarat
Sunday, July 12, 2026
Home ગુજરાત અરવલ્લી : આ પર્વ તમારો કે મારો નહીં, આપણો છે, મતદાન એટલે...

અરવલ્લી : આ પર્વ તમારો કે મારો નહીં, આપણો છે, મતદાન એટલે 5 ડિસેમ્બર, મતદાન કરવા મદદનીશ ચૂંટણી અધિકારીની અપીલ

0
194

લોકશાહીના પર્વમાં જોડાવા મોડાસા મદદનીશ ચૂંટણી અધિકારીની અપીલ, આવો લોકશાહીના પર્વમાં સૌ જોડાઈએ

આગામી 5 ડિસેમ્બરના રોજ બીજા તબક્કાનું મતદાન થવાનું છે ત્યારે અરવલ્લી જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા તમામ તૈયારીઓ કરવામાં આવી છે. ગત વર્ષે સરેરાશ 63 ટકા જેટલું મતદાન થયું હતું ત્યારે આ વર્ષે 70 થી 75 ટકા જેટલું મતદાન થાય તેવા પ્રયાસો ચૂંટણી વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યા છે. વિવિધ કાર્યક્રમો થકી લોકોને મતદાન કરવા માટે અપીલ કરાઈ રહી છે. લોકશાહીના આ પર્વમાં તમામ લોકો જોડાય તેવા જિલ્લા ચૂંટણી વિભાગ દ્વારા પ્રયાસો કરાઈ રહ્યા છે.

અરવલ્લી જિલ્લાના મોડાસા મામલતદાર અને મદદનીશ ચૂંટણી અધિકારી મિત્તલબેન પટેલે મતદારોને લોકશાહીના પર્વમાં જોડાવા અપીલ કરી છે. જિલ્લાના યુવાઓ તેમજ વડીલો લોકશાહીના આ મહાપર્વમાં જોડાય અને તેમના મતાધિકારનો ઉપયોગ કરે અને અન્ય લોકોને પણ આ માટે પ્રેરિત કરે તેવી અપીલ કરાઈ છે.

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણાં સમયથી ચૂંટણીની તૈયારીઓ ચૂંટણી વિભાગ દ્વારા કરાવમાં આવી હતી, ત્યારે 5 ડિસેમ્બરના રોજ તમામ મતદારો તેમના મતાધિકારનો ઉપયોગ કરવા ખાસ અપીલ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

error: Content is protected !!